Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

બટલા હાઉસ એનકાઉન્ટર પર આધારિત ફિલ્મમાં મુખ્ય રોલ જોન અબ્રાહમ કરશે

મુંબઇ: જોન અબ્રાહમ અને નિખિલ અડવાણી રૃપેરી પડદે ફરી સાથે કામ કરવાના છે. નિખિલ અડવાણીએ ટ્વિટરના માધ્યમ દ્વારા વાત કહી છે. બટલા હાઉસ એનકાઉન્ટર પર આાધારિત ફિલ્મમાં જોન પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે.

 

''જોન અબ્રાહમ નિખિલ અડવાણીની ફિલ્મમાં એસીપી સંજીવ કુમાર યાદવનું પાત્ર નિભાવશે. અમારી ફિલ્મમાં એનકાઉન્ટરના ત્રણ પાસા દર્શાવવામાં આવશે. પાત્ર માટે મને જોન યોગ્ય અભિનેતા લાગ્યો હતો. સંજીવ  કુમાર યાદવનું પાત્ર ભજવવા મને એક ફિઝિકલ અને માનસિક રીતે સ્વસૃથ અને સક્ષમ કલાકારની જરૃર હતી જે મને જ્હોનમાં જોવા મળ્યું હતું, તેમ નિખિલ અડવાણી  એક ઇન્ટરવ્યુમાં કહ્યુ ંહતું.
ફિલ્મ વિશે વધુ માહિતી આપવામાં આવી નાથી. જો તેનું શૂટિંગ વરસના સપ્ટેમ્બરમાં શરૃ થાય તેવી શક્યતા છે.

(3:04 pm IST)