News of Thursday, 17th May 2018

'દબંગ-3'ની રિલીઝ ડેટમાં થયો ફેરફાર

મુંબઈ: સુપર સ્ટાર સલમાન ખાનની હિટ સિરિઝ દબંગની ત્રીજી કડી મૂળ યોજના કરતાં લંબાઇ જાય એવી શક્યતા હોવાની માહિતી મળી હતી. સલમાનની નિકટનાં સૂત્રોએ જણાવ્યા મુજબ હાલ સલમાન સામે ૧૯૯૮માં કરેલા કાળિયારના કહેવાતા ગેરકાયદે શિકારનો કેસ જોધપુરની કોર્ટમાં ચાલી રહ્યો છે જેમાં સલમાને કોર્ટના આદેશ મુજબ અવારનવાર હાજરી આપવા જવું પડશે. 

 


હાલ સલમાન પાસે ત્રણ મોટી ફિલ્મો છે- રેસ થ્રી, ટાઇગર જિંદા હૈ ફેમ ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરની ભારત અને સલમાનની પોતાની સુપરહિટ સિરિઝ દબંગની ત્રીજી કડી. ત્રણમંા રેસ થ્રી તો પૂરી થવા આવી છે અને મંગળવારે એનું ટ્રેલર રિલિઝ કરાયું હતું. ફિલ્મ ચાલુ વર્ષની ઇદ પર રજૂ કરવાની સલમાનની યોજના છે. બીજી ફિલ્મ અલી અબ્બાસ ઝફરની ભારત શરૃ થઇને વર્ષની આખર સુધીમાં પૂરી કરવાની અલીની યોજના છે. પરંતુ ખરો સવાલ ત્રીજી ફિલ્મનો છે. ફિલ્મ એટલે સલમાનની પોતાની દબંગ થ્રી. 
સિરિઝની પહેલી બે કડીનું ડાયરેક્શન સલમાનના ભાઇ અભિનેતા અરબાઝ ખાને કર્યું હતું. પરંતુ ત્રીજી કડીનું ડાયરેક્શન સલમાને રેમો ડિસોઝાને સોંપ્યંુ છે. દિશામાં લેટેસ્ટ માહિતી મુજબ સલમાને પોતાની સામેના કોર્ટ કેસને ધ્યાનમાં રાખીને ફિલ્મ આવતા વરસે રજૂ કરવાનો મનોમન નિર્ણય કરી લીધો હતો એટલે ફિલ્મ વર્ષના ઉત્તરાર્ધમાં ફ્લોર પર જવાની શક્યતા છે. આવતા વર્ષના આરંભ સુધીમાં પૂર્ણ થાય તો આવતા વરસે સ્વાતંત્ર્ય દિને એને રજૂ કરવામાં આવશે. જો યોજના અમલમાં મૂકાય તો દબંગ થ્રી રણબીર કપૂર અને આલિયા ભટ્ટની બ્રહ્માસ્ત્ર સાથે બોક્સ ઑફિસ પર ટકરાશે.

(3:03 pm IST)
  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST

  • બીટકોઈન તોડ મામલો: CID ક્રાઇમની સૌથી મોટી કાર્યવાહી: નલિન કોટડીયા વિરુદ્ધ લુકાઆઉટ નોટિસ જારી: દેશભર ના એરપોર્ટને જાણ કરાઈ: નલિન કોટડીયાની મિલકત પણ કરાશે જપ્ત: બીટકોઈન કેસ માટે રચાયેલ SIT ની મળી મેગા મિટિંગ: CID ક્રાઇમના DG આશિષ ભાટિયાની અધ્યક્ષતામાં મળી મિટિંગ: DIG, SP, 2 DYSP, 2 PI, PSI અને સાયબર એક્સપર્ટ મિટિંગમાં હાજર: નવી એફ આઈ આર નોંધવા માટે ઘડાઈ રણનીતિ: ટૂંક સમયમાં CID કરી શકે છે નવો ધડાકો:નલિન કોટડીયા ના લોકેશન માટે પણ કરાઈ ચર્ચા access_time 12:19 am IST

  • નરેન્દ્રભાઇની સ્ટાઇલથી યેદિયુરપ્પાની કર્ણાટક વિધાનસભામાં એન્ટ્રી access_time 4:39 pm IST