Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

ઠગ્સ ઑફ હિન્દુસ્તાન પૂર્ણ કર્યા પછી બ્રેક લેશે આમિર ખાન

મુંબઇ:  સુપર સ્ટાર ફિલ્મ સર્જક આમિર ખાન યશ રાજની ઠગ્સ ઑફ હિન્દુસ્તાન ફિલ્મ પૂરી કર્યા બાદ બ્રેક લેવા વિચારી રહ્યો હોવાની જાણકારી મળી હતી.

આમિરની નિકટનાં સૂત્રોએ કહ્યું કે લાંબા સમયથી આમિરે એક પણ બ્રેક લીધો નથી. એણે ઠગ્સ ઑફ હિન્દુસ્તાનનું પોતાનું મોટા ભાગનું કામ પૂરું કર્યું છે. એનો વિચાર લાંબો બ્રેક લેવાનો છે. પોતાના કુટુંબીઓ સાથે સમય વીતાવવા માગે છેે. જો કે બ્રેક દરમિયાન સાવ નવરો નહીં બેસી રહે. પોતાની સર્જનાત્મક શક્તિને સુપરહિટ ટીવી શો સત્યમેવ જયતે અને પાની ફાઉન્ડેશન જેવાં બીજાં કાર્યોમાં વીતાવવા માગે છે.ઠગ્સ ઑફ હિન્દુસ્તાનમાં પહેલીવાર મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે ચમકી રહ્યો છે. અગાઉ એવા અહેવાલ હતા કે વિરાટ પાયે મહાભારતની કથા પર આધારિત મેગા ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. ફિલ્મનંુ બજેટ ૧૦૦૦ કરોડથી પણ વધુ રહેશે અને એમાં બોલિવૂડના બેસ્ટ કલાકારો વિવિધ પાત્રો ભજવશે. સાઉથની મેગાહિટ ફિલ્મ બાહુબલિના ડાયરેક્ટર એસ એસ રાજામૌલિ ફિલ્મનું ડાયરેક્શન સંભાળશેભગવાન કૃષ્ણના પાત્ર માટે સલમાન ખાનનું નામ પણ બોલાયું હતું. જો કે આમિરે પોતે પ્રોજેક્ટ વિશે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી.

(3:02 pm IST)
  • આગામી દાયકામાં દિલ્હી વિશ્વનું સૌથી વધુ વસ્તીવાળું શહેર બનશે :2050 સુધીમાં દુનિયામાં શહેરી વસ્તીમાં ભારતનું સૌથી વધુ યોગદાન હશે :હાલમાં વિશ્વની 55 ટકા શહેરી વસ્તી 2050માં વધીને 68 ટકા લોકો શહેરોમાં વસવાટ કરતા હશે :સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ access_time 11:15 pm IST

  • બીટકોઈન કૌભાંડ મામલે નલીન કોટડીયા સામે બિનજામીનપાત્ર વોરન્ટ નીકળ્યુ અમદાવાદ સિવિલ અને સેશન્સ કોર્ટે કર્યુ વોરન્ટ ઈસ્યુ access_time 6:11 pm IST

  • બીટકોઈન તોડ મામલો: CID ક્રાઇમની સૌથી મોટી કાર્યવાહી: નલિન કોટડીયા વિરુદ્ધ લુકાઆઉટ નોટિસ જારી: દેશભર ના એરપોર્ટને જાણ કરાઈ: નલિન કોટડીયાની મિલકત પણ કરાશે જપ્ત: બીટકોઈન કેસ માટે રચાયેલ SIT ની મળી મેગા મિટિંગ: CID ક્રાઇમના DG આશિષ ભાટિયાની અધ્યક્ષતામાં મળી મિટિંગ: DIG, SP, 2 DYSP, 2 PI, PSI અને સાયબર એક્સપર્ટ મિટિંગમાં હાજર: નવી એફ આઈ આર નોંધવા માટે ઘડાઈ રણનીતિ: ટૂંક સમયમાં CID કરી શકે છે નવો ધડાકો:નલિન કોટડીયા ના લોકેશન માટે પણ કરાઈ ચર્ચા access_time 12:19 am IST