Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

રેસ-3 માટે બોબી દેઓલ બન્યો બોડી દેઓલ

મુંબઇ: સુપર સ્ટાર સલમાન ખાને કહ્યું હતું કે બોબી દેઓલ હવે બોડી દેઓલ બની ચૂક્યો છે. રેસ થ્રીમાં તમે જોઇ શકશો. ફિલ્મ માટે બોબીએે ખાસ વર્ક આઉટ દ્વારા પોતાની કાયા બનાવી છે.

રેસ થ્રીમાં પહેલીવાર બોબી અને સલમાન બંને ખુલ્લા ડિલે નજરે પડશે. ખુલ્લા ડિલમાં બોબીએ કસરત અને પૌષ્ટિક આહાર દ્વારા બોડી બનાવી છે જોઇ શકાય છે. સંદર્ભમાં સલમાને ટકોર કરી હતી.સલમાન તો અગાઉ એક કરતાં વધુ વખત પરદા પર ખુલ્લા શરીરે રજૂ થઇ ચૂક્યો છે. બોબી પહેલીવાર ખુલ્લા ડિલે રજૂ થઇ રહ્યો છે. એક અભિપ્રાય મુજબ ખુદ સલમાને બોબીને કસરતી કાયા બનાવવા માટે કેવો વ્યાયામ કેટલો કરવો અને કેવો આહાર લેવો એની વિગતો સમજાવી હતી અને એે રીતે બોબીએ સખત વર્ક આઉટ કરીને બોડી બનાવી હતી

સલમાને કહ્યંુ કે અગાઉ ધર્મેન્દ્ર અને બચ્ચન સા'બે જે પ્રકારની એક્શન ફિલ્મો બનાવી હતી એવી ફિલ્મ મેં રેસ થ્રી દ્વારા બનાવવાનો પ્રયાસ કર્યો હતો. અમે બે વર્ષ પહેલાં ફિલ્મની સ્ક્રીપ્ટ સાંભળી હતી. ત્યારબાદ મેં રમેશ તૌરાનીને કેટલાક ફેરફાર સૂચવ્યા હતા. ફેરફાર થઇ ગયા બાદ ફરી સ્ક્રીપ્ટ સાંભળી હતી અને ત્યારબાદ ફિલ્મ સાઇન કરી હતીઅત્રે યાદ રહે કે ખુદ ધર્મેન્દ્રે સલમાનને પોતાના પુત્ર બોબીની ડામાડોળ કારકિર્દીને વેગ આપવા મદદ કરવાની વિનંતી કરી હતી.

(3:01 pm IST)
  • મોડીરાત્રે કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્યો કોચી જવા રવાના :કેટલાક ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવશે :બેંગ્લુરુમાં જ્યાં રોકાયા હતા ત્યાં ભાજપ પહોંચી ગઈ અને ધારાસભ્યોને ખરીદવા લાગી હોવાનો આરોપ :કોચીના ક્રાઉન પ્લાઝામાં કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને રોકાવવા માટે 125 રૂમ બુક કરાવાયા અહેવાલ :બંને પાર્ટીના ધારાસભ્યો અલગ અલગ રવાના કરાયા access_time 12:54 am IST

  • અફઘાનમાં રાત્રી લોહિયાળઃ ૪૪ આતંકીઓનો સફાયોઃ ૧૦ જવાનો શહીદ થયા: કાબૂલ : અફઘાનમાં રાત આખી આતંકીઓ અને સેના વચ્ચે લોહિયાળ અથડામણો ચાલી હતી, જેમાં ૪૪ ત્રાસવાદીઓના મોત થયા છેઃ ૧૦ જવાનો શહીદ થયા છે access_time 11:35 am IST

  • કોંગી ધારાસભ્યને ઇડીના દરોડાની ધમકી અપાઇ : જેડીએસના મુખિયા કુમારસ્વામીનો ધડાકોઃ બેંગલુરૂના રિસોર્ટમાંથી ગુમ થયેલ કોંગી ધારાસભ્ય આનંદસિંઘને ''ઇડી''ના દરોડાની ધમકી આપવામા આવી હતી. access_time 4:26 pm IST