Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

અલી અબ્બાસની ફિલ્મમાં સલમાન ખાનની ઓપોઝીટ દિશા પટાની

મુંબઇઅભિનેત્રી દિશા પટણીને સુપર સ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ ભારત માટે સાઇન કરવામાં આવી હોવાની માહિતી મળી હતી.ટાઇગર શ્રોફ સાથે કરેલી બાગી ટુ ફિલ્મ સુપરહિટ નીવડી ત્યારબાદ દિશાએ હૈયાબળાપો કાઢતાં કહેલું કે ફિલ્મ હિટ નીવડી એેમાં મારો પણ ફાળો છે. પરંતુ બધો યશ ટાઇગરને અપાય છે. મારી કદર થતી નથી. કેટલેક અંશે વાત સાચી હતી. બાગી ટુ હિટ નીવડતાં તરત ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરે પોતાની સ્ટુડન્ટ ઑફ ધી યર ટુ માટે ટાઇગરને સાઇન કરી લીધો હતો. બીજી બાજુ દિશા એકલી પડી ગઇ હતી. જો કે ટાઇગર અને દિશા વચ્ચે અફેર હોવાની વાતો પણ વહેતી થઇ હતી.

હવે મળેલી માહિતી મુજબ અલી અબ્બાસ ઝફરે સલમાન ખાનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી પોતાની ફિલ્મ ભારત માટે દિશાને સાઇન કરી હતી. જો કે દિશા કયો રોલ કરશે એની સ્પષ્ટતા હજુ કરવામાં આવી નથી. આમ તો ભારત ફિલ્મ માટે ટોચની અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું નામ બોલાયું હતું. એટલે દિશાના રોલ વિશે સ્પષ્ટતા થાય ત્યાં સુધી કંઇ કહી શકાય નહીં. જો કે સલમાન ખાનની ફ્લ્મિ કરવા મળે પણ ઓછું આશ્વાસન નથી.

 

(3:01 pm IST)
  • કર્ણાટકમાં ભાજપની સત્તા અથવા રાષ્ટ્રપતિ શાસન ? : યેદિયુરપ્પા બહુમતી સાબિત ન કરી શકે તો ભાજપે નવી શકયતા તપાસવી શરૂ કરી દીધીઃ સૂત્રો access_time 4:25 pm IST

  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST

  • સુરતમાં આરટીઈ માટે બોગસ દાખલા રજૂ કરનાર ૧૫૨૨ વાલીઓ સામે ફરીયાદ કરવા થયા આદેશો access_time 6:09 pm IST