Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

તેલુગુ એકટ્રેસ સાઈ પલ્લવીએ કોસ્મેટીકની 2 કરોડની જાહેરાતને ઠોકર મારી

આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુઓની જાહેરાત તેની સાથે જોડાયેલ સેલિબ્રિટીના કારણે વધારે વેચાય છે કેમકે તેના કારણે જાહેરાત જોનારાને વિશ્વાસ આવે છે. આ જ કારણે કેટલાક કલાકારો જાહેરાતોથી દુર જ રહે છે. કેમકે તેઓ જાણે છે કે તેમની જવાબદારી કેટલી વધી જાય છે. તેલુગુ એકટ્રેસ સાઈ પલ્લવીએ 2 કરોડની જાહેરાતને ઠોકર મારી છે. રિપોર્ટસ અનુસાર સાઈએ એક મોટી બ્રાંડની ડીલને ઠુકરાવી દીધી છે. આ જાહેરાત માટે તેને 2 કરોડની રકમ મળવાની ઓફર કરવામાં આવી હતી આમ છતાં તેણે આ ઓફર સ્વીકારી નથી. હવે સવાલ એ છે કે એવું તો શું છે આ જાહેરાતમાં કે આ એકટ્રેસે તેને કરવાની ઘસીને ના પાડી દીધી છે. આપને જણાવી દઈએ કે પલ્લવીને એક ગોરાથવાની ક્રીમ માટે બે કરોડની તગડી રકમની ઓફર કરવામાં આવી હતી.

(6:00 pm IST)