Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

તાપસીની 'થપ્પડ'

તાપસી પન્નુ અલગ-અલગ ફિલ્મો કરી રહી છે. તેની ફિલ્મો ચાલી પણ રહી છે. મુલ્કમાં વકિલનો રોલ કર્યા પછી તે ફરી એક વખત નિર્દેશક અનુભવ સિન્હા સાથે કામ કરવા તૈયાર થઇ છે. સત્ય ઘટના પર આધારીત ફિલ્મ 'થપ્પડ'માં તાપસીને મુખ્ય રોલ મળ્યો છે. મહિલા કેન્દ્રીત આ ફિલ્મ માટે તાપસી સિવાય બીજા કોઇને લઇ શકાય નહિ તેમ અનુભવે કહ્યું હતું. તાપસી અનુરાગ કશ્યપની ફિલ્મ 'સાંઢ કી આંખ'માં પણ કામ કરી રહી છે.

(10:28 am IST)