Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

આજથી મલ્ટીસ્ટારર ફિલ્મ 'કલંક' રિલીઝ

યશ જોહરે પંદર વર્ષ પહેલા વિચાર કર્યો હતો, કરણે હવે ફિલ્મ બનાવી

આમ તો નવી ફિલ્મો શુક્રવારે રિલીઝ થતી હોય છે. પરંતુ અમુક વખતે એ સિવાયના વારમાં રિલીઝ કરવામાં આવે છે. ધર્મા પ્રોડકશન, ફોકસ સ્ટાર સ્ટુડિયોઝ અને નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઇનમેન્ટ બેનરની નિર્માતા કરણ જોહર, સાજીદ નડિયાદવાલા, હિરૂ જોહર અને અપૂર્વ મહેતા તથા નિર્દેશક અભિષેક બર્મનની ફિલ્મ 'કલંક' આજ બુધવારથી રિલીઝ થઇ છે.

ફિલ્મમાં વરૂણ ધવન, આલિયા ભટ્ટ, સંજય દત્ત, માધુરી દિક્ષીત, આદિત્ય રોય કપૂર, સોનાક્ષી સિન્હા, કૃણાલ ખેમુ, હિતેન તેજવાની સહિતે મુખ્ય ભુમિકા નિભાવી છે. જ્યારે કિયારા અડવાણી અને ક્રિતી સેનન આઇટમ સોંગ કરતી જોવા મળશે. ફિલ્મમાં સંગીત પ્રિતમ અને સંચીત બલહારાનું છે. ડાયલોગ હુશેન દલાલે લખ્યા છે. ૧૬૬ મિનીટની આ ફિલ્મ ૮૦ કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવી છે. ફિલ્મમાં માધુરી દિક્ષીતે બહાર બેગમનો રોલ નિભાવ્યો છે. આ રોલ પહેલા શ્રીદેવીને ફાળવાયો હતો. પણ તેમના નિધન પછી માધુરીની પસંદગી થઇ હતી.  સંજય દત્ત બલરાજ ચોૈધરી, વરૂણ ઝફરના  અને આલિયા રૂપના રોલમાં છે. આદિત્ય દેવ ચોૈધરીના રોલમાં છે.

આ ફિલ્મ બનાવવાનો વિચાર કરણ જોહરના પિતા યશ જોહરને પંદર વર્ષ પહેલા આવ્યો હતો. હવે આ ફિલ્મ બની છે. કલંક ભારત દેશ આઝાદ થયો એ પહેલાની કહાની પર આધારીત છે. આમાં એક એવો પરિવાર છે જેનું સત્ય ત્યારે સામે આવવા માંડે છે જ્યારે સાંપ્રદાયિક તણાવ વધવા માંડે છે અને દેશના ભાગલાના તૈયારીઓ થઇ રહી હોય છે. દેવ, સત્ય, રૂપ, જફર પોતાને પ્રેમના યુધ્ધના મેદાનમાં જોઇ રહ્યા હોય છે. આ બધા હાલાત સામે લાચાર છે. આખુ શહેર લાલ રંગે રંગાય જાય છે. ત્યારે આ ચારેય લાલ રંગને હિંસા તરીકે જૂએ છે કે પ્રેમની દ્રષ્ટીએ? આ સવાલનો જવાબ ફિલ્મમાં મળશે.

(10:27 am IST)