Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

અબુ ધાબીનું 'રેસ-3'નું શૂટિંગ પૂર્ણ

મુંબઈ: રેસ- ફિલ્મની ઉત્સુકતાથી રાહ જોઇ રહેલા ચાહકો માટે સારા સમાચાર છે. કારણ કે રેસ- ફિલ્મનુ શુટિંગ હવે અબુ ધાબીમાં પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. તમામ કલાકારો ભારે ખુશ દેખાઇ રહ્યા છે. ખાસ કરીને જેક્લીન ફર્નાન્ડિઝ અને સલમાન ખાન ભારે ખુશ દેખાઇ રહ્યા છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે અબુ ધાબીમાં નિર્ધારિત ૩૫ દિવસનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ તમામ કલાકારો મુંબઇ પરત ફર્યા છે. 

 

હવે સલમાન, જેક્લીન અને ડેઝી શાહ ગયા સપ્તાહમાં ગોરગાવ ખાતે સ્થિત સ્ટુડિયોમાં શુટિંગ શરૃ કરવામાં આવ્યુ છે. બે સોંગ માટે રિહર્સલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ચુકી છે. રમેશ તોરાનીની ફિલ્મને લઇને ફરી ગીતના રિહર્સલ કરવામાં આવી રહ્યા છે. ફિલ્મમાં સલમાન ખાને સિકન્દર તરીકેની ભૂમિકા અદા કરી છે. 
ફિલ્મમાં સહસ્ટાર બોબી દેઓલ અને સાકિબ સલીમ પણ ભારે ખુશ દેખાઇ રહ્યા છે. જેક્લીન અને ડેઝી શાહે વહેલી સવારથી શુટિંગ શરૃ કર્યુ હતુ. જ્યારે સલમાન ખાન મોડેથી પહોંચ્યો હતો. સવાર રિહર્સલની પ્રક્રિયા શરૃ કરવામાં આવ્યા બાદ રાત્રે ૧૦ વાગ્યા સુધી પાર્ટી ચાલી હતી. જાણકાર લોકોનુ કહેવુ છે કે શુટિંગને હવે એક સપ્તાહમાં બિલકુલ પૂર્ણ કરી લેવામાં આવનાર છે. સલમાન ખાનને હાલમાં શિકાર કેસના સંબંધમાં કાયદાકીય ગુંચનો સામનો કરવો પડયો હતો. તેને જેલમાં રહેવાની પણ ફરજ પડી હતી. રિહર્સલ માટે પણ જોરદાર તૈયારી કરવામાં આવી હતી. કારણ કે ૧૦૦થી વધારે બેક અપ ડાન્સરોને પણ બોલાવવામાં આવ્યા હતા. સલમાન અને જેક્લીન તે પહેલા કિક ફિલ્મમાં કામ કરી ચુક્યા છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. રેસ- ફિલ્મ પણ રજૂ કરતા પહેલા જંગી કમાણી કરી ચુકી છે.

(4:51 pm IST)
  • લાલગેટ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યા કરીને પત્નીના ટુકડા ઉધના વિસ્તારમાં આવેલી ખાડીમાં નાખી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસનો દાવો છે કે રવિવારે હત્યા કરીને લાશ સગેવગે કરવા અલગ અલગ જગ્યાએ શરીરના ટુકડા નાખ્યા હતા. યુવતીનું માથું ઘરમાંથી મળી આવ્યું હતું. આ મામલે સામે આવ્યું છે કે પતિએ છરા વડે પત્નીના શરીરના ટુકડા કર્યા અને ત્યારબાદ તેના મૃતદેહના ટુકડાને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દીધા. ત્યારબાદ ઘરની સાફ-સફાઈ કરી હતી. પત્નીના હાથ અને પગના ટુકડાની થેલી ખાડીમાં નાંખવા જતો હતો ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે તેને રંગેહાથ ઝડપ્યો. access_time 4:01 am IST

  • આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST

  • કબરમાંથી સદ્દામનો મૃતદેહ ગાયબ : ઇરાકના પૂર્વ સતાધીશ સદ્દામ હુસૈનને અલ-અજવા ગામમાં દફનાવ્યા હતા : આજે ત્યાં કોઇ અવશેષ નથી : ૩૦ ડિસે. ર૦૦૬ના દિને દફત થયુ હતું : ઉલ્લેખનીય છે કે, શિયા સમુદાય અહીં સદ્દામનું સ્થાનક બને તેમ ઇચ્છતો ન હતો : ઝીન્યુઝીનો અહેવાલ access_time 11:22 am IST