Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

ઇસાબેલ પછી કેટરીના કૈફની વધુ એક બહેન બોલીવુડમાં ડેબ્યુ કરવા ઉત્સાહિત

મુંબઇ: કેટરિના કૈફ તેની બહેન ઇસાબેલની સાથેસાથે  વધુએક બહેન સોનિયાને પણ બોલીવૂડમાં લોન્ચ કરવાના પ્રયાસ કરી રહી છે. આજકાલ તે સોનિયાની સાથે જાહેરમાં દેખાઇ રહી છે. સલમાન ખાન પણ આ બહેનો સાથે એક રેસ્ટોરન્ટમાં જોવા મળ્યો હતો. કેટરિનાને છ બહેનો છે જેમાંથી અમુક બહેનોના  લગ્ન થઇ ગયા છે. પરંતુ કુંવારી બહેનો બોલીવૂડમાં  કામ કરવા ફાંફા મારી રહી છે. કેટરિનાને હંમેશાથી સલમાને સપોર્ટ કર્યો છે. સલમાન સાથેના સારા સંબંધથી જ કેટરિનાને ઘણા પ્રોજેક્ટમાં કામ મળ્યું છે. હવે કેટરિનાએ પોતાના સંબંધો વિકસાવી લીધા છે અને હવે તે પોતાની બહેનોને સલમાન લોન્ચ કરે તેવા પ્રયાસ કરી રહી છે. બોલીવૂડમાં ચર્ચા છે કે સલમાને ઇસાબેલને મદદ કરી છે. અન ેહવે તે સોનિયાને પણ ફિલ્મમાં કામ અપાવશે તેવી ચર્ચા છે.

 

 

(4:50 pm IST)