Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

'રાઝી'નું નવું પોસ્ટર રિલીઝ

મુંબઇ: ફિલ્મ સર્જક મેઘના ગુલઝારની આગામી ફિલ્મ રાઝીનું લેટેસ્ટ પોસ્ટર સોમવારે રિલિઝ કરાયું હતું જેમાં વાર્તાના મહત્ત્વનાં પાત્રોને સમાવી લેવામાં આવ્યાં હતાં. ૧૯૭૦ના દાયકામાં એક કશ્મીરી યુવતીને પાકિસ્તાની લશ્કરના એક અધિકારી સાથે પરણાવવામાં આવી હતી ત્યારે ચબરાક યુવતીએ ભારત માટે જાસૂસી શરૃ કરી દીધી હતી એવી સત્યઘટના પર આધારિત ફિલ્મમાં વીકી કૌશલ પાકિસ્તાની લશ્કરી અધિકારીનો અને આલિયા ભટ્ટ એની પત્નીનો રોલ કરી રહી છે. બંને ઉપરાંત રાઝી ફિલ્મમાં શિશિર શર્મા, રજિત કપૂર અને જયદીપ અહલાવત ચમકી રહ્યાં છે. મેઘનાએ યુ ટયુબ ચેનલ પર પોતાની ફિલ્મને વર્ણવતાં મૂકેલા સંદેશામાં જણાવાયા મુજબ '૧૯૭૧માં પાકિસ્તાન સાથે યુદ્ધ અનિવાર્ય હોય એવી પરિસ્થિતિ સર્જાતાં એક કશ્મીરી યુવતીને પાકિસ્તાનમાં જાસૂસી કરવા મોકલાઇ હતી એવી સત્યઘટના પર આધારિત ફિલ્મ છે. એક સાવ સામાન્ય ભારતીય યુવતી અસાધારણ સંજોગોમાં મૂકાઇ જાય છે એની વાત છે...' હરીન્દર સિક્કાની સહમત નામની નવલકથા પર ફિલ્મની વાર્તા આધારિત છે.

 

 

(4:50 pm IST)
  • ''રૃકાવટકે લિયે ખેદ'': માઇક્રો બ્લોગીંગ સાઇટ ''ટિવટર'' દુનિયાભરમાં ઠબ્બઃ ટેકનીકલ ખામીને કારણે સાંજે ૭ વાગ્યે ઠબ્બ થઇ ગયેલુ ટિવટર એક કલાક પછી ફરી ચાલુ access_time 8:56 pm IST

  • પ્રમોશન -બઢતીમાં દલિત/એસટી ક્વોટમાં માટે સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે તેમ એક કેન્દ્રીય પ્રધાને કહ્યું છે access_time 10:50 pm IST

  • અફઘાનીઓએ પાંચ પાક જવાનોને ફૂંકી માર્યા : અફઘાન સરહદે ઝપાઝપી : દુબાયેલી લોકોએ પાંચ સૈનિકોને મારીને એકનું અપહરણ કર્યુ : અફઘાન સરહદમાં ઘુસવું પાક.ને ભારે પડ્યું: બીબીસીનો અહેવાલ access_time 11:22 am IST