Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

બિગ બોસ-12 માટે જોડીમાં સ્‍પર્ધક જોઇએ છેઃ કલર્સ દ્વારા ઓડીશન માટે કાર્યવાહી

મુંબઇઃ કલર્સ ચેનલ ઉપર પ્રસારીત થનાર બીગ બોસ-૧ર માટે ઓડીશન શરૂ કરવામાં આવી છે. આ વખતે ચેનલ દ્વારા જોડીમાં સ્‍પર્ધક જોઇએ છે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.

ટીવીનો સૌથી મોટો અને પસંદીદા રિયાલિટી શો બિગ બોસનાં ચાહકો માટે સારા સમાચાર છે. બિગ બોસની 12મી સિઝન માટે ઓડિશન શરૂ થઇ ગયુ છે. પણ વખતે ઓડિશનમાં એક નવો ટ્વિસ્ટ રાખવામાં આવ્યો છે. જે વિશે કલર્સ ચેનલે તેમનાં ટ્વિટર હેન્ડલ પર માહિતી શેર કરી છે.

કલર્સનાં ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર તેમણે લખ્યું છે કે, બિગ બોસ-12 ટૂંક સમયમાં શરૂ થવાનું છે. અને અમને વખતે જોડીમાં સ્પર્ધક જોઇએ છે. તેથી બિગ બોસનાં ઘરમાં ધમાલ મચાવવા તમારા પાર્ટનરને લઇને આવજો. ઓડિશન શરૂ થઇ ગયા છે.

આપને જણાવી દઇએ કે, રવિવારે સિંગિંગ રિયાલિટી શો રાઇઝિંગ સ્ટાર-2 પૂર્ણ થઇ રહ્યો છે. બિગ બોસ-11 પૂર્ણ થયા બાદ શો શરૂ થયો હતો. બિગ બોસ હમેશાની જેમ વખતે પણ ઓક્ટોબરમાં શરૂ થશે. પણ તેની સિલેક્શન પ્રક્રિયા ઘણી લાંબી હોય છે જેને કારણે તેનાં ઓડિશન અત્યારથી શરૂ કરી દેવામાં આવ્યાં છે.

વખતે પણ સલમાન ખાન શોને હોસ્ટ કરશે. કારણ કે વખતે એવી કોઇ વાત હતી કે તે શો નથી કરવાનો. આપને જણાવી દઇએ કે બિગ બોસ-11ની વિનર ટીવીની ભાભીજી એટલે કે શિલ્પા શિંદે બની હતી. ટીવીની સંસ્કારી બહુ હિના ખાન ફર્સ્ટ રનર અપ રહી હતી. સાથે ગત સિઝન બિગ બોસનો સૌથી એન્ટરટેઇનિંગ અને TRP બેઇઝ શો રહ્યો હતો. હવે શોની બારમી સિઝન કેટલી અલગ હોય છે તે જોવું રહ્યું.

(7:37 pm IST)
  • અમદાવાદના આંબાવાડી વિસ્તારના આંબેડકર નગરમાં મોડી રાત્રે યુવતીની છેડતી બાબતે જૂથ અથડામણને પગલે ભયનો માહોલ છવાઈ ગયો હતો. સામસામે આવી ગયેલા બે જૂથોએ વાહનોને આગ પણ ચાંપી દીધી હતી. ટોળાએ ફાયરબ્રિગેડ અને પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેમાં ફાયરબ્રિગેડનો એક કર્મચારી ઘાયલ થયો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસને ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા. access_time 4:00 am IST

  • આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST

  • કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે ત્રણ દિવસની મુલાકાત માટે પોતાના સંસદીય વિસ્તાર અમેઠી પહોંચ્યા હતાં. રાહુલ ગાંધી અમેઠીના એક સ્કૂલના કાર્યક્રમમાં સંબોધન માટે પહોંચ્યા હતાં.રાહુલ ગાંધીને એક વિદ્યાર્થિનીએ પૂછ્યું કે દેશમાં જે નિયમ બને છે તેને ગ્રામીણ વિસ્તારોમાં સાચી રીતે શા માટે લાગુ પાડવામાં આવતાં નથી. જેના જવાબમાં રાહુલે તરત જ કહ્યું કે,’એ તમે મોદીજીને પૂછો. સરકાર મોદીજી ચલાવે છે. અમારી સરકાર નથી. જ્યારે અમારી સરકાર હશે ત્યારે અમે જવાબ આપીશું.’ access_time 3:59 am IST