Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

એક્‍શન જોનરની ફિલ્‍મ ‘કબ્‍જા' આજથી પાંચ ભાષાઓમાં થઇ રિલીઝ

આજથી નિર્માતા આનંદ પંડિત, આર ચંદુ અને અલંકાર પાંડિયન તથા નિર્દેશક આર. ચંદુની ફિલ્‍મ કબ્‍જા રિલીઝ થઇ છે. જેમાં ઉપેન્‍દ્ર, શિવા રાજકુમાર, કિચ્‍ચા સુદિપા, શ્રીયા સરન, મુરલી શર્મા, નવાબ શાહ, દેવ ગીલ, પ્રમોદ શેટ્ટી, તાહા શાહ,  સહિતના કલાકારોએ ભુમિકા નિભાવી છે.  ૧૩૬ મિનીટની આ કન્‍નડ ફિલ્‍મ અન્‍ય ચાર ભાષા હિન્‍દી, તમિલ, તેલુગુ અને મલયાલમમાં પણ ડબ કરીને રિલીઝ કરવામાં આવી છે. આ એક એક્‍શન જોનરની ફિલ્‍મ છે. ભારતમાં બ્રિટીશ સાશન દરમિયાન  એર ફોર્સ સોલ્‍જર આર્કેશ્વરા (ઉપેન્‍દ્ર) સંજોગોવસાત અન્‍ડરવર્લ્‍ડમાં સામેલ થાય છે અને બાદમાં તે અન્‍ડરવર્લ્‍ડનો કિંગ બને છે. જો કે પાછળથી આર્કેશ્વરાનો સામનો પોલીસ અધિકારી ભાર્ગવ બક્ષી (કિચ્‍ચા સુદિપ) સાથે થાય છે. બ્રિટીશ સરકારે તેને ખાસ અન્‍ડરવર્લ્‍ડનો ખાતમો કરવા મોકલ્‍યો હોય છે.

(10:59 am IST)