Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

હવે જોવા મળશે અર્જુન અને રકુલની લવસ્ટોરી

અર્જુન કપૂર લાંબા સમયથી એક હિટ ફિલ્મની રાહમાં છે. તેની પાછલી ફિલ્મોએ તેને નિરાશ કર્યો હતો અને ચાહકોની આશા પણ ફળીભુત થઇ નહોતી. અર્જુન કપૂરની પરિણીતી ચોપડા સાથેની ફિલ્મ સંદિપ ઓૈર પિન્કી ફરારનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. યશરાજ બેનરની આ ફિલ્મમાં જબરદરસ્ત એકશન, સસ્પેન્સ છે.જેમાં અર્જુન ટેકસી ડ્રાઇવરના રોલમાં છે. અર્જુનના હાથ પર વધુ એક ફિલ્મ આવી છે. જેમાં તેની જોડી રકુલપ્રિત સિંહ સાથે છે. આ બંનેની તસ્વીરો સોશિયલ મિડીયા પર ફરતી થઇ છે. આ બંનેની જોડીની ફિલ્મનું નામ હવે પછી નક્કી થશે. ક્રોસ બોર્ડર લવસ્ટોરી હોવાનું કહેવાય છે. ફિલ્મના સેટ પરથી એક તસ્વીર વાયરલ થઇ છે. જેમાં અર્જુન પોતાની હાથની આંગળીને પિસ્તોલનો પોઝ આપી પોતાના જ કપાળે રાખતો દેખાય છે, તો પાછળ રકુલ અનોખા અંદાજમાં જોવા મળી રહી છે. રકુલપ્રિત સિંહની અન્ય એક ફિલ્મ જોન અબ્રાહમ સાથે પણ છે.

(10:03 am IST)