Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

અજય દેવગનની Reel પત્નીએ ગુપચુપ કર્યા લગ્ન: બોલીવુડમાંથી માત્ર બે જ સ્ટાર્સને આપ્યું આમંત્રણ

મુંબઈ: બૉલીવુડ અભિનેતા અજય દેવગનની ફિલ્મ 'દૃશ્યમ'માં તેની પત્નીનો રોલ કરનાર એક્ટ્રેસ શ્રિયા સરને ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે. તેને રશિયન બોયફ્રેન્ડ એન્ડ્રે કોસચિવ સાથે લગ્ન કર્યા છે.

મળતી માહિતી મુજબ શ્રીયાએ 12 માર્ચના રોજ બોયફ્રેન્ડ એન્ડ્રે સાથે મુંબઈમાં લગ્ન કર્યા છે. શ્રીયાના પરિવાર સિવાય બોલીવુડમાંથી માત્ર બે લોકોને લગ્નનું આમંત્રણ હતું. એક મનોજ બાયપાઈ અને બીજા શબાના આઝમીને. તમને વધુ માહિતી આપી દઈએ કે શ્રિયાના પતિ એન્ડ્રે નેશનલ લેવલના ટેનિસ પ્લેયર છે આ લગ્ન હિન્દૂ રીતિ રિવાજો પ્રમાણે થઇ છે.

(5:11 pm IST)