Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ઓકટોબરમાં એકશનનો ડબલ ડોઝ આપશે કંગના

અભિનેત્રી કંગના રનોૈત આગામી ફિલ્મમાં ધમાકેદાર એકશન કરતી જોવા મળવાની છે. તે હાલમાં ફિલ્મ ધાકડ માટે કામ કરી રહી છે. આ ફિલ્મના અલગ-અલગ પોસ્ટર પણ સામે આવી ગયા છે. જેમાં કંગનાનો લૂક જોતાં જ સમજાય જાય છે કે ફિલ્મમાં એકશનનો ડબલ ટ્રીપલ ડોઝ હશે. તાજેતરમાં નવું એક પોસ્ટર સામે આવ્યું છે જેમાં કંગના બંદૂક લઇને ઉભેલી દેખાય છે અને તેના ચહેરા પર ઇજાના નિશાન જોવા મળી રહ્યા છે. કંગનાનો આ દમદાર લૂક સોશિયલ મિડીયા પર ખુબ વાયરલ થયો હતો. તેણે આ તસ્વીર સાથે કેપ્શનમાં લખ્યું હતું કે-તેઓ આને અગ્નિ કહે છે, બહાદુર કહે છે...પરંતુ હું કહુ છું કે આ મોતની દેવી ભૈરવીનું રૂપ છે. કંગનાની આ સ્પાઇ એકશન ફિલ્મ છે જેમાં તે સ્પેશિયલ એજન્ટના રોલમાં છે. ધાકડના એકશન દ્રશ્યોના શુટીંગમાં પચ્ચીસ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. પહેલી ઓકટોબરે આ ફિલ્મ રિલીઝ થશે. જેનું નિર્દેશન રજનીશ રાજી ધઇએ કર્યુ છે. સોહેલ મલકાઇ નિર્મિત આ ફિલ્મમાં અર્જુન રામપાલ પણ અલગ જ લૂકમાં જોવા મળશે.

(9:58 am IST)
  • અંતિમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમ જાહેર : જે આ મુજબ છે : વિરાટ, રોહિત, મયંક, ગીલ, પૂજારા, રહાણે, રાહુલ, હાર્દિક, પંત, સહા, અશ્વિન, કુલદીપ, અક્ષર, સુંદર, ઈશાંત, બુમરાહ, સિરાજ, ઉમેશ યાદવ પણ ટીમ સાથે જોડાશે. access_time 4:19 pm IST

  • પંજાબ મ્યુનિ.ચૂંટણીઓમાં કોંગ્રેસ અને અકાલીદળ આગળ : આમ આદમી પાર્ટી પણ અમુક જગ્યાએ લીડમાં : ભાજપને ખેડૂત આંદોલન નડ્યું : ભાજપના મહારથીઓ હાર્યા : અનેક શહેરોના વોર્ડમાં ઓછી સીટ મળી : કોંગ્રેસ અને અકાલી દળના વિજેતા ઉમેદવારોના વિજય સરઘસ શરૂ access_time 12:35 pm IST

  • ૨૨ પ્રધાનો અને ૧૧૦ સાંસદો મેદાનમાં ઉતારશે ભાજપ : આગામી એપ્રિલ મહિનામાં આવી રહેલ પશ્ચિમ બંગાળની જબરદસ્ત રસાકસીવાળી ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે તેના ૨૨ જેટલા કેન્દ્રીય પ્રધાનોને બંગાળમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. ભાજપે પશ્ચિમ બંગાળમાં ૧૧૦ જેટલી મહત્વની બેઠકો અલગ તારવી છે અને આ બેઠકો માટે સાંસદ સભ્યો પણ નક્કી કરવામાં આવ્યા છે જે આ બેઠકો માટે પ્રચાર કાર્ય કરશે અને છેવટ સુધી પશ્ચિમ બંગાળમાં કેમ્પ કરી રોકાશે. access_time 2:53 pm IST