Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ગુજરાતી અભિનેત્રી સઇ બર્વેને હિન્દી શોમાં પોઝિટિવ ભુમિકા

નવા ટીવી શો 'આપકી નઝરો ને સમજા'માં ગુજરાતી અભિનેત્રી સઇ બર્વેને પણ ખાસ ભુમિકા મળી છે. મુળ મરાઠી પણ અમદાવાદમાં ઉછેરલી સઇને ટીવી શોને દર્શકો કલર્સ ગુજરાતીના શો લક્ષ્મી સદૈવ મંગલમ થકી ઓળખે છે. બંગાળી શો સંજહર બાતી પરથી આધારીત સ્ટારના શો આપકી નઝરો ને સમજાની કહાનીમાં ગુજરાતની પૃષ્ઠભુમિ છે. આ શોમાં એવી છોકરીની વાત છે જે સાવકી માતા અને બહેનના દુર્વ્યવ્હારનો ભોગ બનતી રહે છે. પણ તેના લગ્ન જ્યારે શહેરના ખુબ પૈસાદાર યુવાન સાથે થાય છે ત્યારે તેની જિંદગી બદલાઇ જાય છે. આ યુવાન દ્રષ્ટીહિન ફોટોગ્રાફર છે. વિજયેન્દ્ર કુમેરીયા અને રિચા રાઠોડ મુખ્ય ભુમિકામાં છે. નારાયણી શાસ્ત્રી, મિલોની કાપડીયા, પુર્વી વ્યાસ સહિતના કલાકારો સાથે સઇ પણ ખાસ રોલમાં છે. તે પારૂલનું પાત્ર ભજવી રહી છે. તે એક દેરાણીનું પોઝિટિવ પાત્ર છે, પરિવારને બાંધી રાખવાનું કામ તે કરે છે. ગુજરાતી શો કર્યો હોઇ જેથી મને આ રોલ કરવામાં વધુ સરળતા રહી છે.

(9:57 am IST)