Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

સતત ચાલીસ દિવસ ચાલશે અક્ષયની ફિલ્મનું શુટીંગ

એકશન, કોમેડી, રોમાન્ટીક અને સામાજીક એમ દરેક પ્રકારની ફિલ્મો કરવા માટે જાણીતા અક્ષય કુમારની એક પછી એક ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. તે આનંદ એલ. રાય સાથે વધુ એક ફિલ્મ 'રક્ષાબંધન' પણ કરી રહ્યો છે. જેમાં અક્ષય કુમાર ત્રણ બહેનો જવાબદારી નિભાવતા ભાઇના રોલમાં છે. અક્ષયએ કહ્યું હતું કે આ ફિલ્મ હું મારી બહેન અલ્કાને સમર્પિત કરુ છું. હાલમાં અક્ષય કુમાર આનંદ એલ. રાયની ફિલ્મ અતરંગીનું કામ કરી રહ્યો છે. તેની જ બીજી ફિલ્મ રક્ષાબંધનનું શુટીંગ તે એપ્રિલમાં શરૂ કરશે અને એક સાથે ચાલીસથી પિસ્તાલીસ દિવસોમાં શુટીંગ પુરૂ કરી લેવામાં આવશે. ભારતમાં જ વિભીન્ન સ્થળે શુટીંગ થવાનું છે. ફિલ્મ દિવાળીના તહેવાર પર રિલીઝ કરવાની નિર્માતાઓની યોજના છે. પણ અક્ષયની બીજી ફિલ્મો સાથે ટક્કર ન થાય તે ધ્યાને રખાશે. અક્ષયની સૂર્યવંશી, બેલ બોટમ, બચ્ચન પાંડે, પૃથ્વીરાજ, રામ સેતુ પણ કતારમાં છે.

(9:57 am IST)