Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ભગવાને મને બચાવી લીધીઃ સના ખાન

ટીવી ફિલ્મોની અભિનેત્રી અને બિગ બોસ-૬માં ભાગ લઇ ચુકેલી સના ખાનનું તેના બોયફ્રેન્ડ કોરિયોગ્રાફર મેલ્વિન લુઇસ સાથે બ્રેકઅપ થઇ ગયું છે. સનાએ અગાઉ મેલ્વિનને સોશિયલ મિડીયા પર અનફોલો કરવાનું શરૂ કર્યુ ત્યારે જ ચર્ચા વહેતી થઇ ગઇ હતી. હવે સનાએ સ્પષ્ટતા કરી છે કે મેં અમારા રિલેશનશીપને કાયમી ધોરણે ખતમ કરી નાખી છે. મને ખબર પડી છે કે હવે મેલ્વિન બીજા કોઇની સાથે રિલેશનમાં છે. સનાએ કહ્યું હતું કે મેલ્વિન મારી સાથે સતત દગાખોરી કરી રહ્યો હતો. હું તેને દિલથી પ્રેમ કરતી હતી અને તેના પ્રત્યે ગંભીર હતી. પરંતુ તેણે મારી સાથે જે કર્યુ એ ખુબ ગંભીર હતું. હું ડિપ્રેશનમાં જતી રહી હતી. ભગવાને મને એનાથી અલગ કરીને બચાવી લીધી છે. સનાએ એવું પણ કર્યુ છે કે બીજા લોકો પાસેથી મં મારા અને મેલ્વિનના અફેરની વાતો સાંભળી હતી. ત્યારે મેલ્વિને કોઇ અફવા ફેલાવી રહ્યાનું કહીને બચાવ કર્યો હતો. ગયા વર્ષના પ્રારંભે સના અને મેલ્વિને પોતે ડેટીંગમાં હોવાનું સ્વીકાર્યુ હતું. સનાએ જય હો, ટોયલેટ-એક પ્રેમકથામાં કામ કર્યુ હતું. હવે તે ટોમ, ડિક એન્ડ હેરી-૨માં કામ કરી રહી છે.

(10:14 am IST)