Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

દસ ભારતીય ભાષામાં રિલીઝ થશે ફિલ્મ 'આરઆરઆર'

એસ.એસ. રાજામોૈલીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'આરઆરઆર' હજુ તો આવતા વર્ષે રિલીઝ થવાની છે. પરંતુ એ પહેલા જ તેણે લગભગ ચારસો કરોડ આસપાસની કમાણી કરી લઇ બાહુબલીનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો છે. રાજામોૈલીની આ ફિલ્મના અલગ-અલગ રાઇટ્સ અત્યારથી વેંચાઇ ગયા છે. જેના કારણે કરોડોની કમાણી થઇ ચુકી છે. આંધ્રપ્રદેશ અને તેલાંગણાના રાઇટ્સ ૨૧૫ કરોડમાં વેંચાઇ ગયા છે. કર્નાટકના થિએટ્રીકલ રાઇટ્સ પચાસ કરોડમાં વેંચાયા છે. કેરલના રાઇટ્સના પંદર કરોડ મળ્યા છે. ઓવરસીઝ રાઇટ્સના સિત્તરે કરોડ મળી ગયા છે. તમિલનાડુના રાઇટ્સની વાત ચાલી રહી છે. દક્ષિણભારતના તમિલનાડુ સિવાયના રાઇટ્સની કમાણી જ સાડા ત્રણસો કરોડ થઇ ગઇ છે. તમિલનાડુના રાઇટ્સ ભેળવીએ તો આંકડો ચારસો કરોડે પહોંચી જાય તેમ છે. આ ફિલ્મમાં એન.ટી. રામારાવ જુનિયર, રામચરણ તેજા, આલિયા ભટ્ટ, અજય દેવગણ, રાહુલ રામક્રિષ્ના, સમુથીરાકની, રે સ્ટીવનસન, ઓલિવીયા મોરિસ, એલિસન ડોડી સહિતની મુખ્ય ભુમિકા છે. આ ફિલ્મ  ૨૦૨૧ની આઠમી જાન્યુઆરીએ દસ ભારતીયા ભાષામાં રિલીઝ થશે.

(10:13 am IST)