Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ગામડાની ગોરીનો રોલ ભજવશે પૂજા

મુંબઇમાં જન્મેલી પૂજા હેગડે અભિનય ક્ષેત્રે વર્ષ ૨૦૧૨થી સક્રિય છે. પ્રારંભે તેણે સાઉથની ફિલ્મો કરી હતી. એ પછી ૨૦૧૬માં મોહેંજો-દડોમાં રિતીક રોશન સાથે તેને મુખ્ય ભુમિકા મળી હતી. પણ ફિલ્મ સફળ રહી નહોતી. ત્યારબાદ હાઉસફુલ-૪ અને બીજી સાઉથની ફિલ્મો તેણે કરી હતી. હવે તેને મોટી ફિલ્મ મળી ગઇ છે. બોલીવૂડના દબંગ સલમાન ખાન સાથે તેને એક ફિલ્મ મળી છે. સલમાન ખાન રાધે ફિલ્મમાં દિશા પટાની સાથે કામ કરી રહ્યો છે, તો બીજા પ્રોજેકટ કભી ઇદ કભી દિવાલી માટે તેની સાથે પૂજા હેગડેની પસંદગી થઇ છે. હાઉસફુલ-૪નું નિર્માણ સાજીદ નડિયાદવાલા અને નિર્દેશન ફરહાદ સામજીએ કર્યુ હતું.  તેની સાથે કામ કરવાનું પૂજા માટે ફાયદાકારક રહ્યું છે. કારણ કે આ બંને સલમાનની કભી ઇદ કભી દિવાલી સાથે જોડાયેલા છે. ફરહાદના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ ૨૦૨૧ની ઇદ પર રિલીઝ થશે. શુટીંગ ઓકટોબરમાં શરૂ થવાનું છે. એ પહેલા સલમાન અને પૂજાને સાથે રાખી વર્કશોપ યોજવામાં આવશે. પૂજા ગામડાની છોકરીનો રોલ નિભાવશે. આ માટે તેને ખાસ તૈયારી કરવી પડશે.

(10:13 am IST)