Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

મહિલાઓની વધુ એક સમસ્યાને લઈને બનાવશે ટ્વિન્કલ ખન્ના ફિલ્મ

મુંબઈ:એક સમયની જાણીતી અભિનેત્રી ટ્વિન્કલ ખન્નાએ તાજેતરમાં પેડમેન નામની ફિલ્મ બનાવી, જે બોક્સ ઓફિસ પર સફળ રહી છે. ફિલ્મ મહિલાઓને માસિક દરમિયાન થતી મુશ્કેલી પર આધારીત હતી, ત્યારે હવે ટ્વિન્કલ મહિલાઓના ગર્ભાવસ્થા દરમિયાન પડતી મુશ્કેલીઓ પર ફિલ્મ બનાવવા માંગે છે. ટ્વિન્કલે મુંબઈમાં મુદ્દે યુનિસેફ અને બિલ એન્ડ મલિંડા ફાઉન્ડેશનનો પણ સંપર્ક કર્યો છે. અંગે ટ્વિન્કલે જણાવ્યુ હતું કે અત્યારે હું કંઈપણ ખાતરીપૂર્વક કહી શકુ તેમ નથી. પરંતુ મારી ઇચ્છા ગર્ભાવસ્થા સંબંધિત સમસ્યા પર ફિલ્મ બનાવી મહિલાઓમાં જાગૃતિ લાવવાની છે. ટ્વિન્કલે પોતાના પિતા રાજેશ ખન્ના અને પતિ અક્ષયકુમારના જીવન પર ફિલ્મ બનાવવા અંગેના પ્રશ્નના જવાબમાં જણાવ્યુ હતું કે મને સામાજિક સમસ્યા પર ફિલ્મ બનાવવી ગમે છે લોકોના જીવન પર નહીં. 

(4:55 pm IST)