Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

સાઉથની સુપરહિટ ફિલ્મની રીમેકમાં એકતા કપૂર હીરો તરીકે લેશે સિદ્ધાર્થ મલ્હોત્રાને

મુંબઇ: સિદ્ધાર્થ મલ્હોત્રાની કારકિર્દી ડામાડોળ ચાલી રહી છે. તેને સતત ટોચના બનેરની ફિલ્મોમાં કામ કરી રહ્યો છે પરંતુ બોક્સ ઓફિસ પર સારા પરિણામ જોવા મળતા નથી. હવે તે ફરી એકતા કપૂર સાથે કામ કરે તેવી શક્યતા છે. '' સિદ્ધાર્થ મલ્હોત્રા અને એકતા કપૂર ચાર વરસ બાદ ફરી સાથે કામ કરવાના છે. એકતા એક રોમેન્ટિક ફિલ્મ બનાવી રહી છે જેમાં સિદ્ધાર્થ મુખ્ય પાત્રમાં જોવા મળશે. ફિલ્મ સાઉથની સુપરહિટ ફિલ્મ કિરિક પાર્ટીની હિન્દી રિમેક હશે.હાલ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. એકતા અને સિદ્ધાર્થની ફિલ્મ બાબતે ઘણી મુલાકાતો થઇ છે. સિદ્ધાર્થને ફિલ્મનો આઇડિયા પસંદ પડયો છે, તેમ સૂત્રે જણાવ્યું હતું. જો થશે તો એકતા અને સિદ્ધાર્થ ચાર વરસે ફરી પાછા સાથે કામ કરશે.

(4:54 pm IST)