Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

સપના દીદીના પાત્રને ન્યાય આપવા દીપિકાની તૈયારીઓ શરૂ

મુંબઇ: અભિનેત્રી દીપિકા પાદુકોણે પોતાની આગામી ફિલ્મ સપના દીદીના મુખ્ય પાત્ર માટેની પોતાની પૂર્વતૈયારી શરૃ કરી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. ૧૯૭૦-૮૦ના દાયકાની મુંબઇની મહિલા માફિયા ડૉન વિશે હુસૈન ઝૈદીએ લખેલા પુસ્તક પરથી આ ફિલ્મ બની રહી છે. રહીમા ખાન ઉર્ફે સપના દીદી તરીકે જાણીતી મહિલા ડૉનની કથા આ ફિલ્મમાં રજૂ થવાની છે. અગાઉ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને ઇરફાન ખાન સાથે પીકુ ફિલ્મ કરી ચૂકેલી દીપિકા સપના દીદીમાં ફરી ઇરફાન ખાન સાથે કામ કરવાની છે.  દીપિકાની નિકટનાં સૂત્રોએ કહ્યંુ કે માફિયા ક્વીન તરીકેના પોતાના રોલને યોગ્ય ન્યાય આપવા દીપિકાએ શારીરિક અને માનસિક બંને રીતે તૈયારી શરૃ કરી દીધી હતી. માફિયા ક્વીનની બોડી લેંગ્વેજ અને એની ટપોરી સ્ટાઇલની ભાષા પર કાબુ મેળવવા દીપિકા નિયમિત અભ્યાસ કરી રહી હોવાની માહિતી પણ મળી હતી. આ ફિલ્મનું શૂટિંગ આવતા મહિને મુંબઇમાં શરૃ થવાનું છે. દીપિકાની છેલ્લી ફિલ્મ પદ્માવતે બોક્સ ઑફિસ પર ટંકશાળ પાડી હતી

 

 

(4:54 pm IST)