Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

સાઉથની ફિલ્મોમાં વ્યસ્ત સની સોશિયલ મિડીયા પર સક્રિય

સની લિયોની ગૂગલ પર સોૈથી વધુ વખત સર્ચ થતી સેલિબ્રિટીમાં સ્થાન ધરાવે છે. હાલમાં તે બોલીવૂડની ફિલ્મોથી દૂર છે અને સાઉથમાં બે ફિલ્મો કરી રહી છે. બોલીવૂડમાં ૨૦૧૨માં જીસ્મ-૨ ફિલ્મથી કારકિર્દી શરૂ કર્યા પછી તેણે જેકપોટ, રાગીની એમએમએસ-૨, એક પહેલી લીલા, ટીના એન્ડ લોલો સહિતની ફિલ્મો કરી છે. આ ઉપરાંત આઇટમ સોંગ થકી પણ ઓળખ ઉભી કરી છે. તે સાઉથની બે ફિલ્મો વિરમાદેવી અને રંગીલામાં કામ કરી રહી છે. આ ફિલ્મો એપ્રિલ અને ઓકટોબરમાં રિલીઝ થશે. હાલમાં સની એકતા કપૂરની હોટ-થ્રિલર વેબ સિરીઝ રાગીની એમએમએસ-૨ રિટર્ન્સમાં દેખાઇ છે. બોલીવૂડથી દૂર સની સોશિયલ મિડીયા થકી ચાહકો સાથે સતત સંપર્કમાં રહે છે. હાલમાં જ તેણે કેટલીક જબરદસ્ત તસ્વીરો પોસ્ટ કરી હતી. જેને ખુબ લાઇકસ મળી હતી. બ્લૂ કલરના ડ્રેસમાં તે ખુબ જ આકર્ષક દેખાઇ રહી હતી. એક ચાહકે લખ્યું હતું કે જીસકો ચાહે પાગલ કર દે, અપને હુશ્ન કે જાદૂ સે.

(10:04 am IST)