Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ઇન્ડિયન આઇડલ ફેમ સનીને વધુ એક ફિલ્મમાં તક મળી

એક સમયે રેલ્વે સ્ટેશન પર બૂટ પોલીશ કરતો સની હિન્દુસ્તાની ઇન્ડિયન આઇડલ-૧૧માં ભાગ લઇને આજે ખુબ જાણીતો બની ગયો છે. તેની ગાયકી પર સોૈ કોઇ આફરીન થઇ રહ્યા છે. સનીને હજુ આ રિયાલીટી શો ખત્મ નથી થયો ત્યાં જ ફિલ્મોમાં પ્લેબેક સિંગર તરીકે કામ મળવા માંડ્યું છે. વધુ એક ફિલ્મમાં તે ગીત ગાવાનો છે.કંગના રનોૈતની ફિલ્મ પંગા માટે તેને સાઇન કરાયો છે. સોશિયલ મિડીયા પર તેણે ગાયેલા ગીતો વાયરલ થયા બાદ મ્યુઝિક કંપોઝર શંકર, અહેસાન, લોયએ તેનો સંપર્ક કર્યો હતો અને અશ્વિની ઐયર તિવારીની ફિલ્મ પંગાના ગીત માટે તેને તક આપી હતી. પંગા આ મહિનાની ૨૪મીએ રિલીઝ થઇ રહી છે. કંગના ફિલ્મમાં કબડ્ડી પ્લેયરના રોલમાં છે.  ઇન્ડિયન આઇડલના સ્પર્ધક સનીને નુસરત ફતેહઅલી ખાનની આત્મા તરીકે નિર્ણાયકો ઓળખાવે છે. તેણે ઓડિશન વખતે જ અસંખ્ય લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. સનીને અનેક ફિલ્મો માટે ગીતો ગાવાની ઓફર સતત મળી રહી છે. તેના અવાજમાં નુસરત ફતેહઅલી ખાનની ઝલક જોવા મળે છે.

(10:04 am IST)