Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

રાજ કુમાર હીરાણીના સપોર્ટમાં અરશદ વારસીએ આપ્યું બયાન

મુંબઈ: #MeToo મામલે ફસાયેલા ફિલ્મ નિર્દેશક રાજકુમાર હીરાનીનું નામ આવતાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સનસનાટી મચી ગઈ છે. અમરદીપ ઝા અને શરમન જોશી પછી હીરાનીના સપોર્ટમાં અરશદ વારસી પણ આવ્યો છે. તેણે કહ્યું હતું કે, જો રાજુ હીરાની અંગે કોઈ પૂછે તો કહું તે એક શાનદાર અને જેન્ટલમેન વ્યક્તિ છે. મારા માટે આ આંચકાજનક સમાચાર છે. થોડા દિવસ પહેલાં તેમની સાથે કામ કરનારી મહિલાએ સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ મૂક્યો હતો. આ ઘટના સંજુ ફિલ્મના શૂટિંગ સમયની છે. હીરાની આ આરોપોનું ખંડન કરી ચૂક્યા છે.

(6:45 pm IST)