Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

દીપિકા પાદુકોણનો એક્સ બોયફ્રેન્ડ નિહાર પંડ્યા ફેબ્રુઆરીમાં કરશે લગ્ન

મુંબઈ: બોલિવૂડમાં અનેક કલાકારો, સેલિબ્રિટી નવા વર્ષમાં લગ્નગ્રંથિથી જોડાશે. આમાં દીપિકા પદુકોણના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ નિહાર પંડયાનું નામ પહેલા નંબરે આવે છે. ઘણાને એવું લાગે છે કે દીપિકાનો પ્રથમ પ્રેમ રણબીર કપૂર છે, પરંતુ તે ખોટું છે. નિહાર પંડયા દીપિકાનો પહેલો પ્રેમ હતો. ચર્ચાનું માનીએ તો ફેબ્રુઆરી મહિનામાં નિહાર પંડયા બોલિવૂડ ગાયિકા નીતિ મોહન સાથે લગ્નગ્રંથિથી જોડાશે. નિહાર અને નીતિ આ બંને ઘણાં સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. નિહાર અને નીતિએ પોતાના લગ્નની વાત મીડિયાથી છુપાવીને રાખી હતી. પરંતુ તેઓ ફેબ્રુઆરીમાં લગ્ન કરવાના છે તેવું પાકું મનાઈ રહ્યું છે.

 

(6:45 pm IST)