Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

પોલિટિકલ ફિલ્મોની ઇલેક્શન પર કોઇ અસર થતી નથી: પ્રકાશ ઝા

મુંબઇ:  ગંગાજલ અને રાજનીતિ જેવી ફિલ્મો આપનારા ફિલ્મ સર્જક પ્રકાશ ઝાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હત કે પોલિટિકલ ફિલ્મોની ઇલેક્શન પર કોઇ કહેતાં કોઇ અસર થતી નથી.હાલ ઊરી ધ સર્જિકલ સ્ટ્રાઇક તથા ધી એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર જેવી ફિલ્મો બની છે અને વિવાદો સર્જી રહી છે ત્યારે પ્રકાશ ઝા જેવા સિનિયર ફિલ્મ સર્જકનો આ અભિપ્રાય મહત્ત્વનો છે.પ્રકાશ ઝાએ ભારપૂર્વક કહ્યું હતું કે પોલિટિકલ ફિલ્મો સમાજમાં પરિવર્તન લાવવા માટે કદી કારગત નીવડતી નથી. આવી ફિલ્મોે થોડો સમ ય ખળભળાટ સર્જે છે એેટલું જ. બાકી એની કોઇ અસર પડતી નથી.હજુ બીજી બે પોલિટિકલ ફિલ્મો મહત્ત્વની છે. પહેલી ફિલ્મ ઠાકરે રજૂ થઇ ચૂકી છે જેમાં શિવસેનાના પ્રમુખ સદ્ગત બાળાસાહેબ ઠાકરેની જીવનકથા રજૂ થઇ છે. શિવસેનાના સાંસદ સંજય રાઉત નિર્મિત આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ બાળાસાહેબનો રોલ કર્યો છે. આ ફિલ્મ  હિન્દી અને મરાઠી બંને ભાષામાં બની છે. હવે પછી આવનારી ફિલ્મ છે ધ તાશ્કંદ ફાઇલ્સ. ૧૯૬૦ના દાયકામાં ત્યારના વડા પ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીજીના રશિયાના તાશ્કંદ શહેરમાં નીપજેલા રહસ્યમય મૃત્યુની વાત આ ફિલ્મમાં રજૂ થવાની છે. ઝાએ કહ્યું કે આવી ફિલ્મોની દૂરગામી અસર હોતી નથી અને ચૂંટણી પર તો આવી ફિલ્મો જરાય અસર કરતી નથી.

(6:44 pm IST)