Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

વધુ એક રિમેક... કાર્તિક આર્યનને મુખ્ય રોલ

બોલીવૂડમાં ૨૦૧૧માં પ્યાર કા પંચનામા ફિલ્મ થકી એન્ટ્રી કરી બાદમાં સોનુ કે ટીટૂ કી સ્વીટી ફિલ્મ થકી રાતોરાત વધુ નામના મેળવી ચુકેલા કલાકાર કાર્તિક આર્યનને એક પછી એક મોટી ફિલ્મો મળી રહી છે. બોલીવૂડમાં રિમેક બનાવવાની મોેસમ પણ ચાલી રહી છે ત્યારે વધુ એક રિમેક માટે કાર્તિકનું નામ સામે આવ્યું છે. ૧૯૭૮માં સંજીવ કુમારની ફિલ્મ 'પતિ પત્નિ ઓૈર વો' આવી હતી.

આ ફિલ્મની રિમેક માટે મુખ્ય રોલમાં નિર્માતા કાર્તિકને લેવા ઇચ્છે છે. કાર્તિકને સ્ક્રિપ્ટ ગમી ગઇ છે. ફિલ્મની કહાનીમાં વધુ છેડછાડ કર્યા વગર નિર્માતા આજના માહોલ મુજબની કહાની રજૂ કરશે. ફિલ્મનું શુટીંગ પણ ઝડપથી શરૂ થઇ જશે તેવી ચર્ચા છે.

 

(9:37 am IST)