Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

શ્રીયાને મળી રાણા દગ્ગુબાતીની ફિલ્મ

સાઉથના અભિનેતા રાણા દગ્ગુબાતી આગામી ફિલ્મ 'હાથી મેરે સાથી'ના કામમાં વ્યસ્ત છે. આ ફિલ્મ માટે પહેલા અભિનેત્રી તરીકે કલ્કી કોચલીનને પસંદ કરવામાં આવી હતી. પરંતુ હવે તેની જગ્યાએ શ્રીયા પિલગાંવકરની પસંદગી કરવામાં આવી છે. શ્રીયા નદીયા કે પારન અભિનેતા સચીનની દિકરી છે. તે આ ફિલ્મ થકી સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મ તેલુગૂ, હિન્દી અને તમિલ ભાષામાં રિલીઝ થશે. તેલુગુમાં આ ફિલ્મનું નામ 'અરણ્યા' રખાયું છે તો તમિલમાં 'કાદન' નામથી આ ફિલ્મ રિલીઝ થશે. હિન્દીમાં હાથી મેરે સાથી નામ છે. ફિલ્મમાં પુલકિત સમ્રાટ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત વિષ્ણુ વિશાલ, જોયા હુશેન પણ છે. ફિલ્મને ૧૯૭૧માં આવેલી રાજેશ ખન્નાની ફિલ્મ હાથી મેરે સાથીને શ્રધ્ધાંજલિ આપવા બનાવવામાં આવી રહી છે.

(9:37 am IST)