Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

કેટરીના કૈફ ત્રીજી વખત કરશે તેલુગુ ફિલ્મમાં કામ

બોલીવૂડની બાર્બી ગર્લ કેટરીના કૈફ અગાઉ પણ તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. હવે તે ફરીથી સાઉથની એક ફિલ્મમાં કામ કરવાની છે. હાલમાં જો કે તે સલમાન સાથે ભારત ફિલ્મના કામમાં વ્યસ્ત છે. સાઉથના સુપરસ્ટાર મહેશ બાબૂ સાથે તે ફિલ્મ કરવાની છે. મહેશ બાબૂ હાલમાં 'મહર્ષિ'ના શુટીંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ એપ્રિલમાં રિલીઝ થશે. આ ઉપરાંત નિર્દેશક સુકુમારની એક ફિલ્મ માટે પણ મહેશ બાબૂ તૈયારમાં છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ અને સ્ટારકાસ્ટનું કામ શરૂ થયું છે. જેમાં મહેશ બાબૂ સાથે કેટરીના કૈફને મુખ્ય રોલમાં લેવામાં આવશે તેવી ચર્ચા છે. જો બધુ બરાબર ચાલ્યું તો કેટરીનાની કારકિર્દીની આ ત્રીજી તેલુગુ ફિલ્મ હશે.

(9:36 am IST)