Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ક્રાઇમ થ્રિલર ફિલ્મ 'ચીટ ઇન્ડિયા'માં નજરે પડશે ઇમરાન હાશ્મી

મુંબઈ: ભારતમાં કેળવણી વિશ્વમાં પ્રવર્તતી ગુનાખોરીની વાત કરતી ફિલ્મ ચીટ ઇન્ડિયામાં અભિનેતા ઇમરાન હાશમી મુખ્ય રોલ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી. અગાઉ માધુરી દીક્ષિત અને જુહી ચાવલાને લઇને ગુલાબ ગેંગ ફિલ્મ બનાવી ચૂકેલા ફિલ્મ સર્જક સૌમિક સેન આ ફિલ્મ બનાવવાના છે. આ ફિલ્મ શિક્ષણ જગતમાં પ્રવર્તતી ગેરરીતિ અને કેટલીક સત્ય ઘટનાએા પર આધારિત હોવાનું કહેવાય છે. ટી સિરિઝ અને એલિપ્સીસ ઇન્ડિયા આ ફિલ્મના સહનિર્માતા છે. ઇમરાને સોશ્યલ મિડિયા પર આ સહનિર્માતાઓ સાથેનો ફોટો શૅર કર્યો હતો. ઇમરાને આ ફોટોગ્રાફ સાથે મૂકેલા સંદેશામાં એવો દાવો કર્યો હતો કે શિક્ષણ જગતમાં ગુંડાગીરી કરતા માફિયાઓને અમે  ફિલ્મ દ્વારા ખુલ્લા પાડવાના છીએ. જો કે એણે વધુ વિગતો આપી નહોતી કે એ એજ્યુકેશન માફિયા તરીકે કોનો ઉલ્લેખ કરી રહ્યો હતો. એણે એવો દાવો કર્યો હતેા કે દરેક તરુણ અને વિદ્યાર્થીઓ અમારી ફિલ્મની કથા સાથે સહમત થશે. દરેકને આવો અનુભવ કોઇ ને કોઇ તબક્કે જરૃર થયો હશે.

(5:50 pm IST)