Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ડાયટમાં ચીટિંગ કરતી પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા હાલમાં ન્યુયોર્કમાં તેની સિરિયલ ‘કવોન્ટિકો’ની ત્રીજી સીઝનનું શૂટિંગ કરી રહી છે. આ દરમ્યાન તે તેના ડાયટમાં ચીટિંગ કરતી જાવા મળી હતી. પ્રિયંકા તેના ડાયટ પર ખૂબ જ ધ્યાન રાખે છે, પરંતુ તેને જ્યારે તેની ફેવિરિટ વાનગી ખાવાનું મન થાય ત્યારે તે ચિટીંગ કરી લે છે. પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર તેનો એક ફોટો શેર કર્યો છે જેમાં તે ડોનટ સાથે જાવા મળી રહી છે.

(2:06 pm IST)
  • અમરેલીના રાજુલા નજીકના પર્વતોમાં લાગી ભયાનક આગ : આગ લાગવાના કારણે વન્ય વિસ્તારના પ્રાણીઓમાં મચી અફરાતફરી : સિંહ અને અન્ય પ્રાણીઓ બીજા વિસ્તારોમાં ભાગ્યા : તંત્રે આગને કાબુમાં લેવાની કામગીરી શરુ કરી હોવાનું જાણવા મળે છે. access_time 7:19 pm IST

  • પદ્માવત ફિલ્મ 25 જાન્યુઆરીના બદલે હવે 24 જાન્યુઆરીના રોજ રિલિઝ થશે. રાજપૂત અને કરણી સેનાના વિરોધના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાના એહવાલો આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળેલ છે. access_time 3:04 pm IST

  • વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનના મૂલ્યમાં 1 લી ડિસેમ્બર પછી પ્રથમ વખત લક્ઝમબર્ગના બિટસ્ટેમ્પ એક્સચેન્જમાં 11% ઘટીને 10,000 ડોલર (₹ 6.4 લાખ) થઈ છે. બિટકોઇનના નિયમનને લઈને થઈ રહેલ ચિંતાઓ વચ્ચે આ ઘટાડો નોંધાયો છે. નોંધપાત્ર રીતે, ડિસેમ્બરમાં બિટકોઇનની કિંમત લગભગ 20,000 ડોલરના ઉચ્ચતમ સ્તર સુધી પહોંચી હતી. access_time 11:08 pm IST