Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

હેટ સ્ટોરી- ૪માં ઉર્વશીનો હોટ અંદાજ

ઉર્વશી રૌતેલાએ ગયા વર્ષે રિતીક રોશનની કાબિલમાં આઇટમ સોંગ કર્યુ હતું. તો ગ્રેટ ગ્રાન્ડ મસ્તીમાં પણ તેના અંદાજને વખાણાયો હતો. આ વર્ષે તે હેટ સ્ટોરી-૪માં બમણા ગ્લેમરસ લૂક સાથે જોવા મળવાની છે. ૯મી માર્ચના રોજ આ ફિલ્મ રિલીઝ થશે. હેટસ્ટોરી સિરીઝની અત્યાર સુધીની આ સોૈથી વધુ બોલ્ડ ફિલ્મ બની રહેશે તેવો દાવો કરાયો છે. ૨૦૧૨માં પહેલી હેટ સ્ટોરી આવી હતી. આ સિરીઝની ચોથી ફિલ્મનું નિર્દેશન વિશાલ પંડ્યાએ કર્યુ છે. ફિલ્મમાં ઉર્વશી સાથે કરણ વાહી છે. આ ઉપરાંત વિવાન ભટેના, ઇહાના ઢિલ્લોન પણ જોવા મળશે. હેટસ્ટોરી-૪ ઇરોટિક થ્રિલર છે. સિંહ સાહેબ ધી ગ્રેટ થકી કારકિર્દી શરૂ કરનાર ઉર્વશીને આ ફિલ્મથી ઘણી આશા છે. સલમાનની રેસ-૩માં પણ ઉર્વશીનો ગેસ્ટ રોલ છે.

(10:09 am IST)