Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

પોલીસે મરાઠી ફિલ્મ પ્રોડ્યુસર વિક્રમ ધકતોડેની કરી ધરપકડ: પત્નીએ લગાવ્યા અનેક ગંભીર આરોપ

મુંબઈ: મરાઠી ઈન્ડસ્ટ્રીની બહુપ્રતિક્ષિત ફિલ્મ તારીના નિર્માતા વિક્રમ ધકતોડે વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. નિર્માતા વિક્રમ ધકતોડેની બુધવારે મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. બહાર આવી રહેલી માહિતી અનુસાર, વિક્રમની પત્ની રૂપાલી ધકતોડેએ તેની વિરુદ્ધ મુંબઈના પનવેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, વિક્રમ ધકતોડેની પત્નીએ તેના પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે, જેના પછી પોલીસે તરત જ વિક્રમની ધરપકડ કરી લીધી.

(4:33 pm IST)