Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

"અટેક"નું ટીઝર બહાર: ભારતના પ્રથમ સુપર સૈનિક તરીકે દેખાયો જોન

 મુંબઈ: ગયા મહિને રિલીઝ થયેલી જ્હોન અબ્રાહમની સત્યમેવ જયતે 2 બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. આ ફિલ્મની નિષ્ફળતા બાદ જ્હોન અબ્રાહમ ફરી એકવાર તેની આગામી ફિલ્મ એટેક દ્વારા દર્શકોને પોતાના બનાવવાનો પ્રયાસ કરવા જઈ રહ્યો છે. હાલમાં જ તેની ફિલ્મ એટેકનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. દર્શકો જોન અબ્રાહમ, જેકલીન ફર્નાન્ડીઝ અને રકુલપ્રીત સિંહ સ્ટારર ફિલ્મ એટેકની રાહ જોઈ રહ્યા છે. રિલીઝ પહેલા, નિર્માતા જ્હોન અબ્રાહમે તેની બહુપ્રતિક્ષિત એક્શન ફિલ્મનું ટીઝર શેર કર્યું છે. આમાં જ્હોનનો ઇન્ટેન્સ લુક જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ એક સાહસિક બચાવ મિશન પર આધારિત છે. એક મિનિટ 23 સેકન્ડના ટીઝરમાં જોઈ શકાય છે કે કેવી રીતે જ્હોન અને તેની આસપાસના લોકો હુમલો થયા બાદ તૂટી પડે છે. આવી સ્થિતિમાં હવે તેમની પાસે આતંકવાદને રોકવા સિવાય બીજું કોઈ લક્ષ્ય નથી. ટીઝરમાં જ્હોન એક કિલિંગ મશીન તરીકે જોવા મળ્યો હતો. જેકલીન પણ નવા અવતારમાં જોવા મળી હતી. રકુલપ્રીત એક વૈજ્ઞાનિકના રોલમાં છે.

 

(4:31 pm IST)