Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

નિર્માત્રી તરીકે વધુ એક ફિલ્મ બનાવશે ચિત્રાંગદાસિંહ

અભિનય કરવાની સાથે ફિલ્મ નિર્માણનું પણ કામ કરતાં હોય તેવા એકટર્સમાં ચિત્રાંગદાસિંહ પણ સામેલ થઇ ગઇ છે. બોલીવૂડમાં અનેક ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી ચિત્રાંગદાએ નિર્માતા રૂપે સફળ શરૂઆત કરી દીધી છે. સૂરમા નામની તેની ફિલ્મ નિર્માણ પામ્યા પછી ખુબ જ સફળ પણ રહી છે. આ પછી તે બીજી એક ફિલ્મ બનાવશે. જે બાયોપિક છે. ચિત્રાંગદા બહુમુખી અભિનેત્રીની છાપ ધરાવે છે. તાજેતરમાં તે અભિષેક બચ્ચન સાથેની ક્રાઇમ થ્રિલર ફિલ્મ બોબ વિશ્વાસમાં જોવા મળી હતી. સ્પોર્ટસ ડ્રામા આધારીત ફિલ્મ સૂરમા સફળ રહેતાં ચિત્રાંગદા વધુ એક ફિલ્મનું નિર્માણ કરી રહી છે. તે કહે છે સૂરમા એવી ફિલ્મ હતી જે ખરાઅર્થમાં મારા માટે ખાસ હતી. આપણે સારી ફિલ્મોનું નિર્માણ કરીશું તો જ અહિ સ્થાપિત થઇ શકાશે. હું હજુ પણ વધુ સારી ફિલ્મો બનાવવા આશાવાદી છું. અભિનેત્રી તરીકે ચિત્રાંગદાની શરૂઆત જોરદાર રહી હતી. નિર્માત્રી તરીકે પણ તે સફળ રહેશે તેવી ચાહકો શુભેચ્છા આપી રહ્યા છે.

(10:05 am IST)