Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

નવા ઘરમાં રહેવા જશે જાસ્મીન અને અલી

ટીવી પરદાની અભિનેત્રી જાસ્મીન ભસીન અને અભિનેતા અલી ગોની ખુબ લાંબા સમયથી એક બીજાને ઓળખે છે અને બંને બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ તરીકે પણ જાણીતા છે. હવે આ બંને પોતાની મિત્રતાને એક નવું નામ આપવાની તૈયારીમાં છે. અલી અને જાસ્મીન ટુંક સમયમાં જ લગ્ન કરી લઇ નવા ઘરમાં નવી સફરની શરૂઆત કરવા જવાના છે.  અલીએ હાલમાં જાસ્મિનને તેના નવા ઘર માટે શુભેચ્છા આપી હતી, પરંતુ જાસ્મિને એ ઘરને તેમનું ઘર કહ્યું હતું. જાસ્મિનના નવા ઘરમાં પોઝ આપતો ફોટો શેર કરીને અલીએ કેપ્શન આપી હતી, 'મને તારા પર ઘણો-ઘણો ગર્વ છે. મેરી જાન, તારા નવા ઘર માટે શુભેચ્છા. મને ખબર છે તેં આ ઘર માટે કેટલી મહેનત કરી છે.' આ પોસ્ટ પર જાસ્મિને પણ કોમેન્ટ આપી હતી, 'આપણું ઘર.' એ ફોટો સાથે તેણે અન્ય એક પોસ્ટ પણ કરી હતી, જેમાં એક વિડિયો દ્વારા તેણે જલ્દી લગ્ન કરવાનાં છે એની હિન્ટ આપી છે.

(10:04 am IST)