Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

મે મહિનામાં આવશે રાનીની ફિલ્મ

અભિનેત્રી રાની મુખર્જી તાજેતરમાં બંટી ઓૈર બબલી-૨માં જોવા મળી હતી. હવે તે આગામી ફિલ્મને કારણે ફરી ચર્ચામાં છે. રાનીની નવી ફિલ્મ મિસીસ ચેટર્જી વર્સેસ નોર્વેની રિલીઝ તારીખ જાહેર થઇ ગઇ છે. આ ફિલ્મનું નિર્દેશન આશિમા છિબ્બરે કર્યુ છે. આગામી ૨૦મી મેના રોજ આ ફિલ્મ રિલીઝ થવાની છે. એક માની પ્રેરણાદાયક કહાની આ ફિલ્મમાં છે. જે બાળકો માટે થઇને આખા દેશ સામે લડે છે. કોવિડ-૧૯ સુરક્ષા પ્રોટોકોલને ધ્યાને રાખી આ ફિલ્મનું મોટા ભાગનું શુટીંગ એસ્ટોનિયામાં કરવામાં આવ્યું છે. રાની મુખર્જી અભિનીત આ ફિલ્મનું નિર્માણ મોનિશા અડવાણી, મધુ ભોજવાણી, નિખીલ અડવાણી અને ઝી સ્ટુડિયોઝ દ્વારા થયું છે. ૧૯૯૬થી કારકિર્દી શરૂ કરનાર રાની મુખર્જી અગાઉ મર્દાની અને મર્દાની-૨માં જોવા મળી હતી. તેણે ટીવી પરદે ડાન્સ પ્રિમીયર લીગમાં જજ તરીકે પણ કામ કર્યુ હતું. 

(10:04 am IST)