Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

નિર્ભયા પર બની ફિલ્મ 'દિલ્હી બસ', ટ્રેલર જોઇ થરથરી ઉઠશો

નવી દિલ્હી :દેશને હચમચાવી નાંખનાક નિર્ભયા રેપ કેસને આજે પણ લોકો ભુલાવી શક્યા નથી. આ એક એવી ઘટના હતી જેને લઇને દેશભરમાં જનાક્રોશ ઠલવાયો હતો. આજે પણ નિર્ભયાને યાદ કરીને લોકોની આંખોની ભીની થઇ જાય છે. ત્યારે નિર્ભયાને લઇને એક ફિલ્મ બનાવવામાં આવી છે.

  આ ફિલ્મના નિર્દેશક શરીક મિન્હાજનું કહેવું છે કે તેની ફિલ્મ દિલ્હી બસના તે યુવા પેશેવર છોકરીને શ્રદ્ધાંજલી છે જે 2012માં બર્બર સામૂહિક દુષ્કર્મ બાદ નિર્ભયા તરીકે ઓળખવામાં આવે છે. શરીકની ફિલ્મ ડિસેમ્બર, 2012એ નવી દિલ્હીમાં ચાલતી બસમાં એક યુવતીની સાથે નિર્દયતાથી થયેલા સામૂહિક દુષ્કર્મ અંગે છે.

(9:53 pm IST)