Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

અશ્વિની અય્યર તિવારીની ડેબ્યૂ વેબ સિરીઝ 'ફાદુ'માં ચમકશે પાવેલ ગુલાટી અને સૈયામી ખેર

મુંબઈ: અશ્વિની અય્યર તિવારી જેઓ નિલ બટ્ટે સન્નાટા અને પંગા જેવી શ્રેષ્ઠ ફિલ્મોના નિર્માણ માટે જાણીતા છે, તે હવે તેની ડિજિટલ પદાર્પણ પણ કરી રહ્યા છે. અશ્વિનીએ હવે સોની લિવની સિરીઝ 'ફાદુ'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. તેણે આ શ્રેણીના મુખ્ય કલાકારોનો પરિચય કરાવ્યો છે. આ અશ્વિની સિરીઝમાં પાવેલ ગુલાટી અને સૈયામી ખેર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

(4:00 pm IST)