Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ફરીથી પોલીસના રોલમાં જયદિપ

અભિનેતા જયદિપ અહલાવતને ચાહકોએ અનેક અલગ અલગ પાત્રોમાં નિહાળ્યો છે. તેણે અભિનેતા તરીકે પોતે શું કરી શકે છે એ અનેક વખત સાબિત કરી દીધું છે. હવે પછી તે ટ્રિસ્ટ વિથ ડેસ્ટીનીમાં પોલીસ ઓફિસર તરીકે જોવા મળવાનો છે. વેબ સિરીઝ પાતાલ લોકમાં પણ તે હાથીરામ નામના પોલીસ અધિકારીના રોલમાં ચાહના મેળવી ચુકયો છે. ટ્રિસ્ટ વિથ ડેસ્ટિનીનું ટ્રેલર સોની લિવ પર રિલીઝ થઇ ગયું છે. પ્રશાંત નાયર નિર્દેશીત આ સિરીઝમાં આશિષ વિદ્યાર્થી, ઈશ્વાક સિંહ, લિલેટ દુબે, વિકટર બેનરજી, વિનીત કુમાર સિંહ, પલોમી ઘોષ, અમિત સિયાલ અને ગીતાંજલિ થાપા પણ ખુબ મહત્વની ભુમિકામાં છે. પોતાના રોલ વિશે જયદીપ અહલાવતે કહ્યું હતું કે ૨૦૧૯માં મેં 'પાતાલ લોક' પહેલાં 'ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની'નું શુટિંગ પુરું કરી લીધું હતું. આ બંને શોમાં હું પોલીસ બન્યો છું, પરંતુ બંનેના પાત્રો તદ્દન અલગ  અલગ છે. લોકો 'ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની' જુએ એ માટે હું આતુર છું. જયદિપે આક્રોશ, ખટ્ટામીઠા, રોકસ્ટાર, ગેંગ ઓફ વાસેપુર, ગબ્બર ઇઝ બેક, કમાન્ડો, રઇસ, લસ્ટ સ્ટોરીઝ, ખાલી પીલી, અજીબ દાસ્તાન્સ સહિતની ફિલ્મો કરી છે. તેની આવનારી ફિલ્મ મહારાજા છે.

(10:00 am IST)