Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

સલમાન ખાન-ભાગ્યશ્રીની મૈને પ્યાર કિયા ફિલ્મા ગીત ઉપર કપલે ડાન્સ કર્યોઃ ‌રવિના ટંડને ભરપૂર વખાણ કર્યા

મુંબઈ: આજકાલ સોશિયલ મીડિયાના કારણે વીડિયો ખુબ વાઈરલ થઈ જાય છે. સલમાન ખાન અને ભાગ્યશ્રીની એક ફિલ્મ આવી હતી મૈને પ્યાર કિયા. આ ફિલ્મ એકદમ સુપરહીટ સાબિત થઈ હતી. સોશિયલ મીડિયા પર એક કપલનો વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. આ કપલે આ ફિલ્મના એક સોંગ પર ડાન્સ કર્યો છે. કપલનું પરફોર્મન્સ અને તેમનો અંદાજ હાલ ખુબ વાઈરલ થઈ રહ્યાં છે. લોકોને આ કપલનો ડાન્સ ખુબ પસંદ પડી રહ્યો છે. એટલે સુધી કે બોલિવૂડ અભિનેત્રી રવીના ટંડને પણ આ ડાન્સના ભરપૂર વખાણ કર્યાં.

વીડિયોમાં જોવા મળે છે કે આ બંને જણાએ કપડાં પણ એ જ પહેર્યા છે જે ફિલ્મમાં કલાકારોએ પહેર્યા હતાં. બંનેએ ખેતરોમાં આ ગીત પર શાનદાર લિપસિંગ કરતા કરતા ડાન્સ કર્યો છે. સલમાન ખાન આમ તો ટ્વીટર પણ ખુબ એક્ટિવ રહે છે. જો કે રવિના ટંડને આ કપલના પરફોર્મન્સના ખૂબ વખાણ કર્યા છે. તેણે લખ્યું છે કે નેટ પર આ સૌથી પ્યારો વીડિયો છે. જેને મે આજે જોયો છે.

રવીના ટંડન ઉપરાંત પણ નેટ પર અનેક લોકોએ આ કપલ ડાન્સ પર પોતાના રિએક્શન આપ્યા છે.

(5:18 pm IST)