Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

૨૦૨૦નું વર્ષ હશે અક્ષયકુમારનું: બોલીવુડના લાગ્યા છે ૫૦૦ કરોડ રૂપિયા દાવ ઉપર

એકશન હોય કે કોમેડી કે પછી સામાજીક મુદાની ફિલ્મ હોય અક્ષય ગમે તે કરી શકે

મુંબઇ તા.૧૬: અક્ષયકુમાર બોલિવુડના સૌથી પ્રખ્યાત સુપરસ્ટારમાંના એક છે. કોમેડી હોય, સામાજીક પ્રશ્ન કે પછી એકશન ફિલ્મ, અક્ષયકુમાર ગમે તે રોલ કરી શકે છે. અક્ષય કુમાર બોલિવુડનો એવો કલાકાર છે જેની એક ફિલ્મ આવે તે પહેલા બીજી ફિલ્મની જાહેરાત થઇ જાય છે.

હંમેશાની જેમ અત્યારે પણ અક્ષય પાસે કેટલાય મોટા પ્રોજેકટ છે, એટલું જ નહીં અક્ષયકુમાર જ એબે એકટર છે જેણે આખું ૨૦૨૦ પોતાના નામે કર્યુ છે. અક્ષયની એક બે નહીં પણ પાંચ ફિલ્મો ૨૦૨૦ આવી રહી છે. એટલું જ નહીં તેણે ૨૦૨૧ માટે પણ ફિલ્મ બેલ બોટમને સાઇન કરી લીધી છે.

અક્ષયકુમાર પર બોલિવુડના લગભગ ૫૦૦ કરોડથી વધારે રૂપિયા લાગેલા છે. આવો જાણીએ અક્ષયકુમારની ૨૦૨૦માં આવનારી ફિલ્મો વિષે.

સુર્યવંશીઃ ૨૦૨૦માં અક્ષયકુમાર, ડાયરેકટર રોહિત શેટ્ટીની ફિલ્મ સુર્યવંશી માં દેખાશે. આ ફિલ્મ ૨૭ માર્ચે સિનેમા ઘરોમાં રીલીઝ થશે. તેના પર ૮૦ કરોડથી વધારે ખર્ચ થયો છે. તેમાં અક્ષયની સાથે કેટરીના કેફ છે.

લક્ષ્મીબોમ્બઃ કિયાર આડવાણી અને અક્ષયકુમાર પહેલીવાર આ હોરર ફિલ્મમાં દેખાશે. તેલુગુ ફિલ્મોના ડાયરેકટર રાધવ લોરેન્સ આ ફીલ્મને ડાયરેકટ કરી રહ્યા છે. આ ફિલ્મ ૨૦૨૦ની ઇદ પર રીલીઝ થશે. આફિલ્મ ૧૦૫ કરોડના ખર્ચે બની રહી છે.

પૃથ્વી રાજઃ ૨૦૨૦માં દિવાળીના તહેવારો પર રીલીઝ થનાર આ ફિલ્મમાં અક્ષયકુમારની સાથે મિસ વર્લ્ડ ૨૦૧૭નામુષી છિલ્લર છે. આ ફિલ્મ યશરાજ બેનર હેઠળ ૩૦૦ કરોડના ખર્ચે બનવાની છે.

બચ્ચન પાંડેઃ ઇદ અને દિવાળી ઉપરાંત ક્રિસમસના તહેવાર પર પણ અક્ષયની ફિલ્મ ૨૦૨૦માં થીયેટરોમાં આવશે. અક્ષયની ફિલ્મ બચ્ચન પાંડેનો મુકાબલો ત્યારે આમીર ખાનની લાલસિંહ ચડઢા સાથે થશે. આ ફિલ્મ ૮૦ કરોડના ખર્ચે બની રહી છે. તેમાં અક્ષયની સાથે કૃતિ સનન જોવા મળશે.

(11:41 am IST)