Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

દીપ-વીર બાદ હવે 2 ડિસેમ્બરે થશે પ્રિયંકા-નિકના લગ્ન.!

-ઉમેદભવન થશે રાજવી ઠાઠમાઠથી.પ્રિયંકા અને નિકના લગ્ન :જોરશોરથી તૈયારીઓ

 

મુંબઈ :દીપિકા અને રણવીરસિંહના લગ્ન શાહી ઠાઠમાઠથી ઈટાલીમાં સંપન્ન થયા છે ત્યારે હવે દેશીગર્લ પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનસ ભારતમાં લગ્ન કરશે; રાજવી ઠાઠમાઠથી પ્રિયંકા અને નિકના લગ્ન તા. 2 ડીસેમ્બરના રાજસ્થાનના ઉમેદભવનમાં થાય એવી શક્યતા છે. ઉમેદભવનને રાજસ્થાનની શાન માનવામાં આવે છે. હાલમાં ત્યાં લગ્નની જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. હોટેલ બુકિંગ પણ થઈ ચૂકયું છે.

  જોધપુરમાં આવેલા ઉમેદભવન પેલેસમાં પ્રિયંકા અને નિકના રાજવી ઠાઠમાઠથી લગ્ન થશે. એક સમયે જ્યારે જોધપુરના રાજઘરાનો પરિવાર અહીં રહેતો હતો. ઉમેદભવન પેલેસને દુનિયોનો છઠ્ઠા નંબરનો સૌથી વિશાળ પેલેસ માનવામાં આવે છે. વર્તમાન સમયમાં તાજ હોટેલ્સના કેટલાક પાર્ટનર પેલેસમાં ભાગીદાર છે. મહેલ મહારાજ ઉમેદસિંહે વર્ષ 1928થી 1943 વચ્ચેના સમયગાળામાં તૈયાર કરાવ્યો હતો. પેલેસ તૈયાર કરવાનું કામ તેમણે બ્રિટિશ આર્કિટેક હેનરી વોન લોનચેસ્ટરને સોંપ્યું હતુ. દિલ્હીમાં રાષ્ટ્રપતિભવન અને ઈન્ડિયા ગેટની ડિઝાઈન પણ અંગ્રેજે તૈયાર કરી હતી. જ્યારે પેલેસનું નિર્માણ થયું ત્યારે અહીંના સ્થાનિકોને રોજગારી મળી હતી.

  ઉમેદભવન તૈયાર થવામાં 14 વર્ષનો સમય લાગ્યો હતો. મહારાજા ઉમેદસિંહે પોતાના જીવનના 4 વર્ષ (1944થી 1947) અહીં પસાર કર્યા હતા બાદ તેમના ઉત્તરાધિકારી પુત્ર હનવંતસિંહને પેલેસ વારસામાં મળ્યો. તેમના પુત્રની પ્લેનક્રેશમાં મૃત્યું થતા પેલેસ મારવાડના રાજા ગજસિંહ પાસે રહ્યો હતો. મહેલના નિર્માણમાં જે પથ્થરનો ઉપયોગ તાજ મહેલમાં કરવામાં આવ્યો છે પથ્થરનો ઉપયોગ મહેલમાં કરવામાં આવ્યો છે. પેલેસમાં 22 રૂમ અને 42 બેઠકો છે. સિવાય ફેમિલી મ્યુઝિયમ બેક્વેટ હોલ, લાયબ્રેરી, બોલરૂમ, ઈન્ડોર પુલ, ટેનિસ કોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે.
 
પેલેસામાં એક રૂમ માટે તમારે રૂ. 34 હજારથી લઈને 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ ચૂકવવો પડશે. ન્યૂયરના સમયે સરળતાથી હોટેલમાં રૂમ મળતા નથી. પ્રિયંકા અને નિકના લગ્નને ધ્યાને લઈને તમામ રૂમ અગાઉથી બુક કરી દેવામાં આવ્યા છે.

 સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે નીતા અંબાણીએ પોતાના લગ્નની 50મી વર્ષગાંઠ માટે પણ પેલેસની પસંદગી કરી છે. હવે જોવાનું રહે છે કે, પ્રિયંકા અને નિકના લગ્નના વેન્યુને કેવી રીતે શણગારવામાં આવે છે.

 

 

(11:13 pm IST)
  • અમદાવાદમાં સાંસદ પરેશ રાવલે પ્રદેશ ભાજપ પર આડકતરો કટાક્ષ કર્યો : સાંસદ પરેશ રાવલે જણાવ્યું મોદી સાહેબને દેશ સોંપી જોઈએ અને મોદી સાહેબ ગુજરાતમાં પ્રવાસ કરવો પડે તે પ્રદેશ ભાજપ માટે અયોગ્ય : પ્રદેશ ભાજપે ગુજરાતને સાચવવુ જોઈએ access_time 5:43 pm IST

  • જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી કિરિટ જોશીની હત્યાનો મામલો:કિરીટ જોશી હત્યા કેસની તપાસ CID ક્રાઇમને સોંપાઇ:હત્યાનો મુખ્ય સુત્રધાર ભૂમાફિયા જયેશ પટેલ હજુ પણ ફરાર : જાણીતા ધારાશાસ્ત્રીની સરાજાહેર કરવામાં આવી હતી ક્રુર હત્યા:આવતીકાલથી CID ક્રાઈમની ટીમ હત્યાની શરૂ કરશે તપાસ access_time 2:56 pm IST

  • આંધ્ર પ્રદેશમાં CBI નહિ કરી શકે તપાસઃ ચંદ્રબાબુ નાયડુએ બંધ કર્યા દરવાજાઃ કેન્દ્રને સીધો પડકાર કેન્દ્રીય એજન્સીને દરોડા-તપાસ કરવાની પરવાનગી આપવા કર્યો ઇન્કાર access_time 3:41 pm IST