Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ફિલ્મ કલાકારોના નામ સાથે જોડાયેલા છે અનેક સાઇડ બિઝનેશઃ કોણ-કોણ સંકળાયેલ છે?

સોશિયલ મીડિયાને કારણે આજે બોલિવૂડની કોઈ પણ સેલિબ્રિટીની નાની-મોટી વાત, પ્રસંગ કે કોઈ પણ ગતિવિધિઓ આપણા સુધી પહોંચતી થઈ છે. પરંતુ, તેમના કરિયર સિવાય પણ તેઓ કેટલીક પ્રવૃતિઓ અને બીજા સાઈડ બિઝનેસમાં રોકાયેલા હોય છે. જેની ભાગ્યે જ કોઈને ખબર હોય છે. આવા જ કેટલાક સાઈડ બિઝનેસ સાથે ક્યા ફિલ્મી કલાકારોના નામ જોડાયેલા છે? તેમનો બિઝનેસ ક્યાં છે અને શું છે તે અંગે જોઈએ એક રીપોર્ટ.

નવી દિલ્હીના ચાણક્યપુરીમાં આવેલી આ લેપ ધ ક્લબ રેસ્ટોરાં અને બાર રાત્રીના 11.00 વાગ્યે શરૂ થઈને વહેલી સવાર સુધી ખુલ્લી રહે છે. ખાસ વાત એ છે કે, આ સમગ્ર રેસ્ટોરાંનું ઈન્ટિરિયર કિંગખાનની પત્ની ગૌરીખાને અને ડિઝાઈનર રોહિત બલે ડિઝાઈન કર્યું છે. એક્ટર કમ મોડેલ અર્જુન રામપાલની આ રેસ્ટોરાં વર્ષ 2009માં શરૂ કરવામાં આવી હતી. જે ફૂડથી લઈને અનેક પ્રકારના ડ્રિક્સ પીરસે છે.

ક્રિકેટર ઝહિરખાનની રેસ્ટોરાં ઝેડકે વર્ષ 2004-05માં પુણેમાં શરૂ કરવામાં આવી હતી. મીડિયા રીપોર્ટને આધારે જ્યારે તે ભારતીય ક્રિકેટ ટીમમાં હતો ત્યારે કંઈક નવું કરવાના ઈરાદાસર આ રેસ્ટોરાં શરૂ કરવામાં આવી હતી. જ્યારે તે જીવનના કપર સમયમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે આ રેસ્ટોરાં બિઝનેસમાંથી ઘણું શીખવા મળ્યું હતું.

વેદા રેસ્ટોરાં મુંબઈમાં આવેલી છે. જે ફેશન ડિઝાઈનર રોહિત બલની છે. આ એક લક્ઝુરિયસ ડાયનિંગ રેસ્ટોરાં છે જ્યાં અનેક સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ માણવા માટે અનેક લોકો રોજ મુલાકાત લે છે. દુનિયાભરની વાનગી આ રેસ્ટોરાંના મેનુમાં છે. રોમેન્ટિક ડેટ અને મિટિંગ માટે આ રેસ્ટોરાં સૌથી બેસ્ટ છે.

દુબઈ, અબુધાબી, બેહરિન, માનચેસ્ટર, બર્મિગહામ, કુવૈત, કતાર, મસ્કત અને યુકેમાં ગાયક આશાતાઈની ઈન્ડિય ફૂડ માટેની રેસ્ટોરાં આશાસ આવેલી છે. મીડિયા રીપોર્ટને આધારે આ તમામ જગ્યાએ આવેલી રેસ્ટોરાં તેમના કોકટેલ પીણા માટે નામ ધરાવે છે. ગાયીકીની સાથોસાથ આશા ભોંસલે રેસ્ટોરાં સાથે પણ સંકળાયેલા છે. પીણા ઉપરાંત, આ રેસ્ટોરાંની આલુ પનિર ટિક્કી ખાવા જેવી વાનગી છે. આ રેસ્ટોરામાં આશાતાઈના કેટલાક યાદગાર ફોટો પણ જોવા મળશે.

જો તમે ક્રિકેટના ચાહક છો અને સચીનના ફેન છો તો આ જગ્યા તમારા માટે સૌથી બેસ્ટ છે. મુંબઈના કોલાબામાં આવેલી આ રેસ્ટોરાંની ખાસ વાત એ છે કે, અહીંની દરેક ડીશ જ નહીં રૂમાલમાં પણ સચીનની સાઈન છે. આ ઉપરાંત સચીનની ફેવરીટ ડીશનું મેનું, ફોટોગ્રાફ તથા કેટલાક યાદગાર પળ પણ અહીં જોવા મળશે. સચીનની ફેવરીટ ડીશની આઈટમ પણ ઓર્ડર કરી શકાય છે.

ભારતીય ક્રિકેટની દુનિયાના સૌથી સિનિયર ખેલાડી કપિલ દેવની આ રેસ્ટોરાં વર્ષ 1980થી કાર્યરત છે અને ચંદીગઢમાં આવેલી છે. લક્ઝરી સુવિધા અને અવનવી વાનગીઓની યાદી એક વખત માણવા જેવી છે.

ડીજેની દુનિયમાં ડી.જે. અકીલનું નામ સૌ કોઈને ખ્યાલ જ હશે. સાઉથ દિલ્હીના નહેરુ પેલેસ પાસે આવેલી આ ક્લબ રેસ્ટોરાંમાં પબ પણ છે. સાથે કોન્ટિનેટલ ફૂડ સાથે ડી.જે. અકીલના મ્યૂઝિક સાંજને એનર્જેટિક બનાવી દેશે.

કોકટેલ, ફાસ્ટફૂડ, લાઈટ મ્યુઝિક અને શ્રેષ્ઠ સર્વિસનો આનંદ લેવો હોય તો સુનિલ શેટીની હોટેલમાં આંટો મારવા જેવો છે. મુંબઈના ખાર ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં આવેલી હોટેલામાં બેસ્ટ ફૂડ અને સર્વિસ મળી રહે છે. રેસ્ટોરાંના બિઝનેસમાં તે બોલિવૂડમાં સૌથી વધુ સાઈડ ઈનકમ કરતો અભિનેતા છે.

ફિલ્મ અભિનેતા ડિનો મોરિયોની રેસ્ટોરાં ક્રિપ સ્ટેશન કાફે મુંબઈમાં આવેલી છે. તે તેના ભાઈ સાથે મળીને આ રેસ્ટોરાં બિઝનેસ કરે છે. આ એક ચેઈન બિઝનેસ છે. જે ખાસ યુરોપિયન વાનગીઓ માટે જાણીતું છે. ખાસ કરીને અહીંયા ક્રિપ ડીશ, વેફલેસ, પાનકેક અને ઈંડાની આઈટમ માટે તે જાણીતું છે.

ફીટનેસ મોડેલ તરીકે જાણીતી બોલીવૂડ દીવા શિલ્પા શેટ્ટીની ક્લબ રોયલ્ટી રેસ્ટોરાં મુંબઈમાં આવેલી છે, આ ઉપરાંત બ્રાદ્રામાં તેની ક્લબ પોઈઝન પણ છે. શિલ્પા ફિલ્મ અને રિયાલિટી શો ઉપરાંત રેસ્ટોરાં બિઝનેસમાં પણ એક્ટિવ છે. આ રેસ્ટોરાં યુરોપીયન સ્ટાઈલ ફૂડ માટે જાણીતું છે.

વર્ષ 2012માં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ રાજકોટમાં જડુસ ફૂડ રેસ્ટોરાં શરૂ કરી છે, માત્ર ભારતની જ નહીં પણ એશિયાના જાણીતા રેસ્ટોરાંની વાનગીઓ આ રેસ્ટોરાંમાંથી મળે છે.

(4:48 pm IST)