Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા થઇ 7 વર્ષની : દાદાએ શેયર કર્યો ખાસ ફોટો

મુંબઈ:મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય છે. તેઓ અવાર-નવાર પોતાના અનુભવ ફેન્સ સાથે શેર કરે છે. સાથે સાથે વિતેલા સમયની યાદો પણ શેર કરતા હોય છે. અમિતાભની પૌત્રી આરાધ્યા 7 વર્ષની થઈ ચુકી છે. આ તક પર અમિતાભે પોતાના બ્લોગ પર આરાધ્યાનો ફૉટો શેર કર્યો છે. તસવીરમાં આરાધ્યા સ્માઇલ કરી રહી છે અને જ ક્યૂટ લાગી રહી છે. આ દરમિયાન તે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. તે સફેદ રંગની પ્રિંટેડ ટી-શર્ટમાં છે અને તેણે પિંક કલરનું હેન્ડબેન્ડ લગાવેલું છે.અમિતાભે આરાધ્યાને બર્થડે વિશ કરતા લખ્યું છે કે, ‘પરિવારનાં લોકોનાં આશિર્વાદ પૌત્રી સાથે હંમેશા છે. તમારું લાંબુ આયુષ્ય હોય, ખુશ રહો અને ગર્વથી રહો.’ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આરાધ્યાનો બર્થડે ઘણો જ ધૂમધામથી મનાવવામાં આવ્યો હતો. આમાં ઘણા સ્ટારકિડ્સ સામેલ થયા હતા. આ વખતે એ સ્પષ્ટ નથી થયું કે બચ્ચન પરિવાર આરાધ્યાનો બર્થડે કઈ રીતે ઉજવશે. પાર્ટીમાં શાહરૂખ ખાન દીકરા અબરામ સાથે પહોંચ્યો હતો. અમિતાભે બંનેનો ફૉટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

 

(3:48 pm IST)