Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

મેગાબજેટ ફિલ્મ તખ્ત માટે જાહન્વી કપૂર વહાવી રહી પરસેવો

 મુંબઈ:અભિનેત્રી સદ્ગત શ્રીદેવીની પુત્રી અભિનેત્રી જાન્હવી પોતાની આગામી ફિલ્મ તખ્ત માટે ખૂબ મહેનત કરી રહી હોવાની જાણકારી મળી હતી.ઇશાન ખટ્ટર સાથે કરણ જોહરની શશાંક ખૈતાન નિર્દેશિત ફિલ્મ ધડક હિટ નીવડયા પછી કરણે એને પોતાની ઐતિહાસિક કથા ધરાવતી પહેલવહેલી ફિલ્મ તખ્ત માટે સાઇન કરી હતી. આ ફિલ્મ મલ્ટિસ્ટાર ફિલ્મ હોવાથી પોતે નબળી ન દેખાય એ માટે જાન્હવી સભાન છે અને ફિલ્મમાંના પોતના ડાન્સ પાછળ અને સંવાદો પાછળ સારી એવી મહેનત કરી રહી છે એવી માહિતી એની નિકટનાં સૂત્રોએ આપી હતી. ઔઆ સૂત્રે કહ્યું કે જાન્હવી સવારે સાડા દસ અગિયારની આસપાસ મુંબઇના અંધેરી ઉપનગરના વીરા દેસાઇ રોડ પર આવેલા કેન સ્ટાર સ્ટુડિયોમાં પહોંચી જાય છે અને લગભગ બપોરે બે વાગ્યા સુધી પોતાના ડાન્સના સ્ટેપ્સ પાક્કા કરે છે. સાથોસાથ ડાયલોગ્સને પણ પૂરતો સમય આપે છે.તખ્ત મેગાબજેટ અને મલ્ટિસ્ટાર ફિલ્મ છે. કરણ જોહરે એની પાછળ પૂરતી પૂર્વતૈયારી કરી હોવાનું કહેવાય છે. કરોડો રૃપિયાના બજેટ પર બનતી ફિલ્મ હોય અને મોખરાના અડધો ડઝન કલાકારો હોય ત્યારે દરેકને પૂરતું ફૂટેજ અને કથામાં મહત્ત્વનો હિસ્સો મળે એ જરૃરી બની રહેતું હોય છે.

 

(3:46 pm IST)