Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ફિલ્મ 'ધ સ્કાઈ ઈઝ પિંક'નો ફર્સ્ટ લુક લોન્ચ : પ્રિયંકાનો જોવા મળ્યો ખાસ લુક

મુંબઈ:પ્રિયંકા ચોપડા છેલ્લા કેટલાક વર્ષોથી બોલીવુડથી દૂર રહી હતી. હાલ તે બોલીવુડ ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકના શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ પણ નજરે પડવાના છે. આ ફિલ્મનો ફર્સ્ટલૂક લોન્ચ કરવામાં આવ્યો છે. ધ સ્કાઈ ઈઝ પિંક મોટિવેશનલ સ્પીકર આયશા ચૌધરી અને તેના માતા-પિતાની વાર્તા રજુ કરતી બાયોગ્રાફિકલ ડ્રામા છે, જેનુ ડાયરેક્શન શોનાલી બોસ કરી રહી છે. ફિલ્મનો ફર્સ્ટલૂક જાહેર કરતા ઝાયરા વસીમે એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો. આ ફોટોમાં ફરહાન, પ્રિયંકા ચોપરા અને ઝાયરા વસીમ નજરે પડી રહ્યા છે. આ ફિલ્મને લઈને પ્રિયંકાના પ્રશંસકો ખૂબ જ ઉત્સાહિત છે.

 

(3:45 pm IST)
  • ભાજપના ધુરંધર નેતા પુરૂષોતમ રૂપાલાનું વિવાદાસ્પદ નિવેદન : આંતરીક વિખવાદથી અમરેલીમાં ભાજપની હાર : અમરેલીમાં યોજાયેલ ભાજપ સ્નેહમિલન કાર્યક્રમમાં પુરૂષોતમ રૂપાલાએ કાર્યકરોનો ઉધળો લીધો : અમરેલીની પાંચ બેઠકો પર ભાજપની આંતરીક વિખવાદથી થયાનું જણાવ્યુ : માત્ર કામ કરવાથી મત નહિં મળતા હોવાનું અને ૧૯૯૫માં તથા ૨૦૦૧માં પાકવિમો અપાવ્યો છતાં મત નહિં મળ્યાની સ્ફોટક કબૂલાત રૂપાલાએ કરી access_time 5:43 pm IST

  • જેટ એરવેઝ ઇન્ડિયાને બચાવી લેવા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટાટા ગ્રૂપને મદદ માટે આગળ આવવા કહ્યું છે. access_time 12:39 am IST

  • અમદાવાદમાં યુવતીને લગ્નની લાલચ આપી વેચવામાં આપી કૌભાંડ ઝડપાયુ : રાજસ્‍થાનના યુવકને રૂા. ૧.૧૦ લાખમાં યુવતીને વેચી દીધીઃ દલાલ સહિત ૮ થી વધુ શખ્‍શની ધરપકડ access_time 3:40 pm IST